________________
જરાસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૬૫
મનુષ્યાનપૂર્વેના ચારે ગતિના, મિશ્ર મોહનીયના ચારે ગતિના સભ્યદૃષ્ટિ અને તીર્થ કર નામકર્મના તિર્યંચ વિના ત્રણ ગતિના સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંક્ષિ-છો તેમ જ આહારકસપ્તકના અપ્રમત્ત યતિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
દેવ-નરકાસુની તેત્રીશ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચાયની ત્રણ પલ્યોપમ ઉષ્ટ સ્થિતિ સત્તા છે. પણ ચારે આયુષ્યમાં અબાધાકાળ પૂવડ ત્રીજો ભાગ અધિક છે. વળી દેવાયુના મનુષ્યો અને શેષ ત્રણ આયુષ્યના પર્યાપ્ત સંક્ષિ-મનુષ્યતિયા ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાના સ્વામી છે.
જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણુ તથા સ્વામી પિતપોતાના ક્ષયના અન્ય સમયે ઉદયવતી ચેવિશ પ્રકૃતિએની એક સમય પ્રમાણ, ચરમસંક્રમસમયે હાસ્યષકની સંધ્યાત વર્ષ પ્રમાણુ, પુરુષદની એક સમય હીન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણે, સંજવલનત્રિકની એક સમયહીન બે આવલિકા ન્યૂન અનુક્રમે બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ અને શેષ એકસે. ચૌદ પ્રકૃતિઓને ક્ષય વખતે અનુદય હોવાથી પોતપોતાના ક્ષયના અન્ય સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્યથી કમપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણુ જઘન્ય સ્થિતિસત્તા હોય છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયના ક્ષીણુમેહના ચરમસમયવર્તી, નિદ્રાદ્ધિકના ક્ષીણમેહના ઉપન્ય સમયવર્તી, મનુષ્ય વિના ત્રણ આયુષ્યના પિતા પોતાના ભવના અનન્ય સમયવતી, દર્શનવિક અને અનંતાનુબંધિ ચતુષ્ક– આ સાતના પોતપોતાની સ્વરૂપસત્તાના ક્ષયના અન્ય સમયવર્તી ચેાથાથી સાતમા ગુણસ્થાનક સુધીના છે જઘન્ય સ્થિતિસરાના સ્વામી છે.
પ્રત્યાખ્યાનીય વગેરે સંજ્વલન લેભ વિના અગિયાર કષાય, નવ નેકષાય, થીણુદ્વિત્રિક, નરકકિ, તિયચકિ, સ્થાવરદ્ધિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપ, ઉદ્યોત, અને સાધારણ નામકર્મ–આ છત્રીશ પ્રકૃતિઓના નવમાં ગુણસ્થાનકવતી પિતાપિતાની સ્વરૂપ સત્તાના ક્ષયના અન્ય સમયવતી ક્ષપક, સંજવલન લેબના સક્ષમ સંપરાથના ચરમસમવયર્સી ક્ષક, મનુષ્યાશુ, મનુષ્યગતિ, બે વેદનીય, ઉચ્ચગેત્ર, વસત્રિક, પચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા તીર્થકર નામકર્મ-આ તેરના અગિ ગુણસ્થાનકના ચરમસમયવર્તી અને શેષ (૮૨) ખ્યાશી પ્રકૃતિઓના અગિ ગુણસ્થાનકના કિચરમસમયવતી છે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે.
ટીકામાં મનુષ્યની જઘન્ય સ્થિતિસરા ચૌદમાના ચરમસમયે જ કહી, પરંતુ મરણ સંભવી શકે તેવા કોઈપણ ગુણસ્થાને ભવના ચરમસમયવર્તી મનુષ્ય જઘન્ય સ્થિતિસત્તાને સ્વામી ઘટી શકે તેમ જ પહેલા ગુણસ્થાને અવસ્થાવિશેષમાં જે પ્રકૃતિઓની