________________
૮૪૮
પંચસંગ્રહ-વાંચમું દ્વાર સારસંગ્રહ શેષ એ દશ અવોદયી પ્રકૃતિએ પોતે જ અશુદયી હોવાથી નિયતકાલભાવી તેઓના જઘન્યાદિ ચારે પ્રદેશેાદય સાદિ અધ્રુવ છે.
સ્વામિત્વ દ્વાર ઉત્કૃષ્ટ પ્રદેશોદય અને જઘન્ય પ્રદેશોદયના ભેદથી સ્વામિવ બે પ્રકારે છે. ત્યાં પ્રાયઃ સર્વ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં હોય છે. તેથી ગુણશ્રેણિઓ કેટલી અને કઈ કઈ છે તે બતાવે છે.
વિશદ્ધિના વશથી અપવત્તનાકરણ દ્વારા ઉપરના સ્થિતિસ્થાનમાંથી ઉતારેલ દલિકોને જલદી ક્ષય કરવા માટે તે કાળે જે પ્રકૃતિઓને વિપાકેદય હોય તે પ્રકૃતિઓના ઉદય સમયથી અને અન્ય પ્રકૃતિઓના ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂત સુધીના સ્થિતિસ્થાનમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવાં તે ગુણણિ કહેવાય છે.
તે ગુણશ્રેણિઓ અગિયાર છે.
(૧) સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી પણ અંતર્મુહૂર્તકાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે તે સમ્યફલ ગુણશ્રેણિ.
(૨૩) દેશવિરતિ પ્રાપ્ત કર્યા પછી અને અને સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી અન્તમુહૂર્ત કાળ સુખી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણણિ કરે છે તે દેશવિરતિને બીજી (દેશવિરતિ) અને સર્વવિરતિને ત્રીજી (સર્વવિરતિ) ગુણશ્રેણિ.
(૪) સાતમાં ગુણસ્થાને અનંતાનુબંધને ક્ષય કરતી વખતે જે ગુણણિ તે. અનંતાનુબંધી વિસાજક ગુણશ્રેણિ
(૫) દશનત્રિકના ક્ષય કાળે એટલે કે-ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનવિકના ક્ષય સંબંધી જે ગુણણિ તે પાંચમી ગુણશ્રેણિ.
અનંતાનુબંધી અને દર્શનત્રિકનો ક્ષય થાથી સાતમા ગુણસ્થાનકવર્તી કોઈપણ આત્માઓ કરે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને અલ્પવિશુદ્ધિ હેવાથી સર્વ વિરતિ–ગુણણિથી અલ્પ દલિકોની ગુણશ્રેણિ હોય છે તેથી સાતમા ગુણસ્થાને દશનત્રિકને ક્ષય કરનાર આશ્રયીને જ આ બને ગુણશ્રેણિઓ કહી છે.
(૬) ચારિત્ર મોહનીયને ઉપશમ કરતી વખતે નવમા-દશમા ગુણસ્થાને જે ગુણશ્રેણિ તે છઠ્ઠી મોહપાશમક ગુણશ્રેણિ
(૭) ઉપશાંતમૂહગુણસ્થાને જે ગુણણિ થાય છે તે ઉપશાંત મેહરુણશ્રેણિ.
(૮) ચારિત્ર મહનીય ક્ષય કરતાં નવમા દશમાં ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે મોહક્ષપક ગુણશ્રેણેિ.