________________
પંચસપ્રહ-પ્રથમહાર
આ વીતરાગ છઘરથ બારમાં ગુણરથાનવાળા આત્માઓ પણ હોય છે, તેનાથી પૃથક કરવા માટે ઉપશાંતકષાય વિશેષણ મૂકયું છે. ઉપશાંતકવાય-જેઓએ કયાને સર્વથા ઉપશમાવ્યા છે, એટલે કે કષા સત્તામાં હોવા છતાં તેઓને એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે જેની અંદર સંક્રમણ અને ઉત્તમ આદિ કરણે, તેમજ વિપાકેદય કે પ્રદેશદય કંઈપણ પ્રવર્તતુ નથી, મેહનીયકમને જેઓએ સર્વથા ઉપશમ કર્યો છે એવા વીતરાગનું અહિં ગ્રહણ હેવાથી, બારમા ગુણસ્થાનવાળા જુદા પડે છે. કારણ કે તેઓએ તે મહિને સર્વથા ક્ષય કર્યો છે. ઉપશાંતકવાય વીતરાગ છસ્થ આત્માનું જે ગુણસ્થાન તે ઉપશાંતકષાય વીતરાગ છઘસ્થા ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકનું સ્વરૂપ ઉપશમણિના સવરૂપને સમજ્યા વિના બરાબર સમજી શકાય તેમ નથી. ઉપશમણિનું સ્વરૂપ આચાર્ય મહારાજ પિતેજ વિરતારથી ઉપશમના કરણના અધિકારમાં કહેશે. છતાં અહિં આ ગુણસ્થાનનું વરૂપ કંઈક સમજાય માટે સંક્ષેપમાં કહે છે-જે દ્વારા આત્મા મેહનીયકમને સર્વથા શાંત કરે એવી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી પરિણામની ધારાને ઉપશમશ્રેણિ કહેવાય છે. આ ઉપશમશ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત સંતજ હોય છે. અને ઉપશમણિથી પડતા અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરતિ, કે અવિરતિમાંને કેઈપણ હોય છે, એટલે કે પડતાં અનુક્રમે ચેથા સુધી આવે છે અને ત્યાંથી પડે તે બીજે અને ત્યાંથી પહેલે ગુણઠાણે પણ જાય છે. ભાષ્યકાર ભગવાન કહે છે કે-ઉપશમશ્રેણિને પ્રસ્થાપક અપ્રમત્ત સંવત હોય છે, અને અત્તે અપ્રમત્ત, પ્રમત્ત, અથવા અવિરતિ પણ થાય છે. શ્રેણિના બે અંશ છે-૧ ઉપશમભાવતું સમ્યકત્વ, ૨ ઉપશમલાવનું ચારિત્ર, તેમાં ચારિત્ર મોહિનીયની ઉપશમના કરતા પહેલા ઉપશમભાવતું સમ્યફત સાતમે ગુણકાણેજ પ્રાપ્ત થાય છે, કેમકે દર્શનમોહનીયની સાતે પ્રકૃતિઓ સાતમેજ ઉપશમાવે છે, માટે ઉપશમણિને પ્રસ્થાપક અપ્રમત્ત સંવતજ છે એમ કહે છે. કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે-અવિરતિસગ્યદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, કે અપ્રમત, ગુણસ્થાનમાને કેઈપણ અનંતાનુબંધિ કષાયને ઉપશમાવે છે, અને દર્શન ત્રિકાદિને તે સંયમમાં વતેજ ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકથી ઉપશમણિના પ્રારભક કહી શકાય છે. તેમાં પહેલાં અનતાનુબંધિ ઉપશમાવે છે, ત્યાર પછી અંતમુહૂર્ત રહી દર્શનત્રિક ઉપશમાવે છે. દરશનત્રિકની ઉપશમના થયા બાદ પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે ઍક વાર પરાવર્તન કરીને-ગમનાગમન કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકે જાય છે. ત્યાં અંતરછૂપર્વત સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને ઘણો રસ એછ કરી અનિવૃત્તિ બાદર સંપરા ગુણસ્થાનકે જાય છે, અહિં પણ સ્થિતિવાતાદિ વડે ઘણી સ્થિતિ અને રસ એ કરે છે આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર મહનીયની એકવીશ પ્રકૃતિનું અતરકરણ કરે છે. ત્યારપછી પહેલાં નપુંસકવેદ ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર પછી એક સાથે હાસ્ય રતિ અરતિ ભથ શેક
૧ અહિં અનંતાનુબધિની વિસાજના કર્યા વિના ઉપશમણિ શરૂ કરે નહિ, એમ કેટલાક આચાય કહે છે. તેની વિસાજના ચેથાથી સાતમા સુધી થાય છે. ત્યારપછી દર્શન વિકની ઉપશમના સંયમમાં વર્તતાં થાય છે. ૨ અસરકરણનું સ્વરૂપ ઉપશમના કારણમાંથી જોઈ લેવું.