________________
પચાસ-પાચમું દ્વાર
રહે
पढमकसाया चउहा तिहा धुर्व साइअधुर्व संतं । प्रथमकषायाः चतुर्दा त्रिधा ध्रुवं साबधुवं सत्कर्म ।
અર્થ પહેલા કક્ષાએ ચાર પ્રકારે છે. શેષ ધ્રુવ સત્કર્મ ત્રણ પ્રકારે છે અને અધુવા સત્કર્મ સાદિ અને સાંત છે.
ટીકાનું – પહેલા અનંતાનુબધિ કષાયે સત્તાની અપેક્ષાએ સાદિ અનાદિ ધ્રુવ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
સમ્યગૃષ્ટિ કેઈ આત્માએ અનંતાનુબંધિની વિસાજના કરી, ત્યારબાદ જ્યારે સમ્યવથી પડી મિથ્યાત્વે જઈ મિથ્યાત્વ નિમિત્તે બાંધે ત્યારે તેની સત્તાની શરૂઆત થાય માટે સાદિ, અનંતાનુબંધિની વિસાજના જ જેઓએ કરી નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યાત્મા ક્ષાયિક સમ્યફતવ ઉપાર્જન કરી અનંતાનુબંધિની સત્તાનો નાશ કરશે માટે સાંત.
અનંતાનુબંધિ સિવાય શેષ એકસે છવ્વીસ પુલસત્તાક કર્મપ્રકૃતિએ સત્તા આશ્રયી અનાદિ ધ્રુવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે. તેમાં આ સઘળી કર્મપ્રકૃતિએ યુવા સત્તાવાળી હોવાથી અનાદિકાળથી સત્તામાં હોય છે માટે અનાદિ, અભવ્યને કોઈ કાળે તે પ્રકૃતિઓની સત્તાને નાશ નહિ થાય માટે યુવા અને ભવ્ય મોક્ષે જતાં તે સઘળી કર્મ પ્રકૃતિને નાશ કરશે માટે અધુવ.
શેષ-અધુવસત્કર્મ પ્રકૃતિ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તે સાદિ-સાંતપણું તે સઘળી કર્મ પ્રવૃતિઓની સત્તા અધુવ હોવાથી સમજવું. તે અgવ સકર્મકતિઓ આ પ્રમાણે છે–સમ્યફવાહનીય, મિશ્રમેહનીય, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક નરકટ્રિક, વિક્રિયસપ્તક, આહારકસપ્તક, તીર્થંકરનામ, ઉચત્ર અને ચાર આયુ, કુલ અઠ્ઠાવીશ છે.
આ પ્રમાણે સાદિ વગેરે અંગને વિચાર કર્યો. હવે કઈ કમ પ્રકૃતિઓની સત્તાને કેણ સ્વામિ છે? તે કહેવું જોઈએ. તે બે પ્રકારે છે–એક એક પ્રકૃતિ સંબંધે અને પ્રકૃતિના સમૂહ સંબધે. એટલે કે એક એક પ્રકૃતિની સત્તાને સ્વામિ કોણ? અને અનેક પ્રકૃતિના સમૂહની સત્તાને સ્વામિ કે તેમાં પહેલાં એક એક પ્રકતિની સત્તાને સ્વામિ કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે–
दुचरिमखीणभवन्ता निहादुगचोदसाऊणि ॥१३३।। द्विचरमक्षीणभवान्तानि निद्राद्विकचतुर्दशायुषि ॥१३॥
અર્થ–ક્ષીણાહના કિચરમસમય પયત, ચરમસમય પયત અને ભવના અંત-પર્યત જેની સત્તા છે એવી અનુક્રમે નિશ્ચિક, જ્ઞાનાવરણાદિ ચૌદ અને ચાર આયુ છે.