________________
૪
ટીકાનુવાદ સહિત,
સમ્યગદષિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિ હોય છે. અને તેના જઘન્યથી માંડી ક્રમશ: ચડતાં પડતા અસંખ્યાતા સ્થાનકે છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતો પૂર્વક વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે–ચડે છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને સોપશમ કરે છે, તેથી તેને અ૫ અ૫ પાપ વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. ૨. અહિં પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય લેવાથી સર્વથા પાપવ્યાપારનો ત્યાગ હેતું નથી. કહ્યું છે કે–સર્વ પ્રકારે પાપભ્યાપારને ત્યાગ કરવાની ઈચ્છા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહે વાય છે. દેશવિરતિના સ્વરૂપ વિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે.
૬. પ્રમત્ત સંવત ગુણસ્થાન–સર્વથા પાપવ્યાપારથી જેએ વિરમ્યા, પૂર્વોક્ત સંવાસાનુમતિથી પણ જેઓ વિરમ્યા, તે સંધત અથવા સર્વવિરતિ સાધુ કહેવાય છે, તેનું સંવતપણું પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષાપશમ થવાથી-પ્રાય સામાયિક ચરિત્ર પ્રાપ્ત થવા વડે અથવા દેપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થવા વડે હોય છે એમ સમજવું. જે માટે કહ્યું છેતે સંથત આત્મા પ્રત્યાખ્યાતાવરણય કષાયને ક્ષયપશમ થવાથી સામાયિક ચારિત્ર અથવા છેૉપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. જો કે સંતને ત્રીજું પરિહાવિશુદ્ધિક ચારિત્ર પણ અન્યત્ર કહ્યું છે, પરંતુ તે કૈઈક વખતેજ હોય છે, વળી વિશિષ્ટ દેશકાળ સંઘયણ અને કૃતાદિની અપેક્ષા રાખનારૂં છે માટે અહિં તેની વિવક્ષા કરી નથી. તથા મન વયન અને કાયા વડે કોઈ પણ પ્રકારની પાપક્રિયા કરવી નહિ, કરાવવી નહિ. અને કરતાને સારે માને નહિ, આ પ્રમાણે ત્રિકરણગે પાપવ્યાપારના ત્યાગી યુનિ પણ મેહનીયાદિ કર્મના ઉદયના સામથી તીવ્ર સંજવલન કષાય અને નિદ્રા આદિ કેઈ પણ પ્રમાદના ચગે ચારિત્રમાં સદાય-કિલષ્ટ પરિણામ વાળે થાય એ પ્રમાદ યુક્ત જે મુનિ તે પ્રમત્ત કહેવાય છે. આવા પ્રમાદયુક્ત સંવતનું જે ગુણસ્થાન એટલે કે વિશુદ્ધિ અવિશુદ્ધિની તીવ્રતા અને મંદતા વડે થયેલે જે સ્વરૂપને ભેદ તે પ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. અહિં દેશવિરતિ ગુણસ્થાનની અપેક્ષાએ અનતગુણ વિશુદ્ધિ હવાથી વિશુદ્ધિને પ્રકણ અને અવિશુદ્ધિને અપકડ્યું છે, અને અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોવાથી વિશુદ્ધિને અષક અને અવિશુદ્ધિને પ્રકર્ષ છે. આ પ્રમાણે અન્ય ગુણસ્થાનમાં પણ પૂર્વ ઉત્તર ગુણસ્થાનની અપેક્ષાએ વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રકર્ષ અપકર્ષની ભેજના કરી લેવી.
૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાન–મજ સંજવલન કષાયને ઉદય હવાથી નિદ્રા વિકથા આદિ પ્રમાદવિનાને મુનિ અપ્રમત્ત સંયત કહેવાય છે. પ્રમત્તસયતની અપેક્ષાએ અપ્રમત્તસંયત અનતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોય છે. આ અપ્રમત્તસંયતના ત્રણે કાળની અપે
૧ આ ચારિત્રનું પ્રહણ પ્રભુ પાસે અગર જેમણે આ ચારિત્રનું ગ્રહણ ભુ પાસે કર્યું છે, તેઓની પાસે જ થાય છે વળી ચેથા આરાના ઉત્પર થયેલા પ્રથમ સંધયણું અને લગભગ સાડાનવ પૂર્વના જ્ઞાનીને આ ચારિત્ર હેય છે, બીજાને હેતું નથી. તેથી અલ્પકાળ અને અલ્પ ગ્રહણ કરનારા હેવાથી છ સાતમે ગુણહાણે આ ચારિત્ર હેય છે છતાં વિવક્ષા કરી નથી.