________________
૧૦
પંચસંગ્રહ-પાંચમું દ્વારા . ઉક્ત ત્રણ વિના ગુણશ્રેણિએ જ્યાં સુધી હોય ત્યાં સુધી અપ્રશસ્ત મરણ થતા નથી, પરંતુ તે ગુણશ્રેણિઓ દૂર થયા પછી જ થાય છે. માટે શરૂઆતની ત્રણ ગુણશ્રેણિએ જ નારકાદિ માં સંભવે છે, શેષ સંભવતી નથી. ૧૦૯ ' આ પ્રમાણે ગુણશ્રેણિએ કહી. હવે કોણ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે અને કોણ જઘન્ય કરે છે? તેને વિચાર કરે છે—
उक्कोस पएसुदयं गुणसेढीसीसगे गुणियकम्मो । सव्वासु कुणइ ओहेण खवियकम्मो पुण जहन्नं ॥११०॥ उकृष्टप्रदेशोदयं गुणश्रेणिशिरसि गुणितकाशः । सर्वांसां करोत्योधेन क्षपितकमांशः पुनः जघन्यम् ॥११०॥
અર્થ–સામાન્ય રીતે સઘળી કર્મપ્રકૃતિએને ગુણશ્રેણિને શિરે વર્તમાન ગુણિતકમર આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે અને પિતકશ આત્મા જઘન્ય પ્રદેશેાદય કરે છે.
ટકાનુ–પછી અને સપ્તમી વિભક્તિને અર્થ પ્રત્યે અભેદ હેવાથી સઘળી કર્મપ્રકૃતિએને ગુણશ્રેણિના શિરે વર્તમાન ગુણિતકમશ આત્મા–એથે-સામાન્યતઃઘણે ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. એટલે કે ઘણે ભાગે ગુણણિના શિરભાગે વરતા ગુણિતકમશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે અને પ્રાયઃ સઘળી કર્મપ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય પિતકમાંશ આત્માને થાય છે. ગુણિતકમીશ અને ક્ષપિતકર્માશ કેને કહેવા? તેનું સ્વરૂપ આગળ કહેવાશે, ૧૧૦ . હવે સઘળી પ્રકૃતિએના ભિન્ન ભિન્ન ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિ કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે –
सम्मत्तवेयसंजलणयाण खीणंत दुजिणअंताणं । लहु खवणाए अवहिस्स अणोहिणुकोसो ॥१११॥ सम्यक्त्ववेदसंज्वलनानां क्षीणान्तानां द्विजिनान्तानाम् । लघुक्षपणयाऽन्ते अवघेरनवधिकस्योत्कृष्टः ॥१११॥
અર્થ–સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ અને સંવલ કષાયને તથા ક્ષીણમાહ ગુણસ્થાનકે જેને અંત થાય છે તે પ્રકૃતિને તથા બે જિનેશ્વરને-સાગિ કેવળી અને
૧ ઉપરના ગુણસ્થાનથી પડી પહેલે આવા અપ્રશસ્ત મરણ વડે મરણ પામી અન્ય નારાદિ ભમાં ગુણોણિ લઈ જાય છે. શરૂઆતની ત્રણ જ લઈ જાય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે જ મરણ પામી ચોથુ ગુણઠાણું લઈ દેવકાદિમાં જાય તે અન્ય પ્રણ ગુણએણિ લઈ જાય છે. જેમકે ઉપશમ શ્રેણિમાં મરણ પામી તેને નિમિત્ત થયેલી ગુણએણિ લઈ અનુત્તર વિમાનમાં જાય છે.