________________
૨
ટીકાનુવાદ સહિત,
-ત્રણ અને ચાર સ્થાનક રસવાળા પુદગલે મિથ્યાત્વમેહનીય કહેવાય છે, તેના ઉદયથી જિનપ્રણીત તવ પ્રત્યે અરુચિજ થાય છેઉપરોક્ત ત્રણ પુંજમાંથી જયારે અધવિશુદ્ધપુંજન ઉદય થાય ત્યારે તેના ઉદયથી જીવને અરિહંતે કહેલ તત્વની અધવિશુદ્ધ શ્રદ્ધા થાય છે. અર્થાત જિનપ્રણત તત્તપ્રત્યે રુચિ કે અરુચિ હોતી નથી, ત્યારે સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેને કાળ (જઘન્યથી અને ઉત્કૃષ્ટથી) અંતમુહૂર્ત પ્રમાણે છે. ત્યાર પછી ત્યાંથી પરિણામને અનુસરી પહેલે કે થે ગુણસ્થાનકે જાય છે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. સંપૂર્ણપણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હોય તે વિરત કે વિરતિ કહેવાય છે, અને જે પાપ વ્યાપારથી બિલકુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપગ્યાપરથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિશતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ સમૃષ્ટિ આત્માએ અવિરતિ નિમિત્ત થતાં સુરત નરકાદિ દુખ જેનું ફળ છે એવા કમરબંધને જાણવા છતાં, અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણું સમાન વિરતિ છે એમ જાણવા છતાં પણ તેને સ્વીકાર કરી શકતા નથી, તેમ તેના પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાદયથી દબાયેલા છે. તે કશા અલ્પ પણ પચ્ચકખાણને રેકે છે. કહ્યું છે કે-જે કારણ માટે અલ્પ પણ પચ્ચકખાણ-વિરતિને રેકે તેથી તે અપ્રત્યાખ્યા
૧ મિશગુણરથાને પહેલે અને એથે એ બને ગુણસ્થાનેથી આવે છે. પહેલેથી આવનારને જે અરુચિ હતી તે પડી જાય છે ચિ તે હતી જ નહિ. ચોથેથી આવનારને રુચિ હતી તે દૂર થાય છે, જે અરુચિ તે હતી જ નહિ, એટલે જ ત્રીજે ગુણસ્થાને રુચિ કે અરૂચિ નથી હતી તેમ કહેવાય છે. તેનું નામ જ અર્ધવિશુદ્ધ શ્રદ્ધા છે
૧ જેઓ ૧ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી ૨ સ્વીકાર કરતા નથી અને ૩ તેનું પાલન કરતા નથી એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે.
૧ જેઓ વિરતિના સવરૂપને યથાર્થ સમજતા નથી, સ્વીકાર કરતા નથી, અને પાલન કરતા નથી તે સામાન્યથી સઘળા છે.
૨ જેઓ જાણતા નથી, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અજ્ઞાન તપરવી. ૩ જેઓ જાણતા નથી, સ્વીકારે છે. પણ પાલન કરતા નથી તે સર્વ પાશ્વસ્થ આદિ.
* જે જાણતા નથી, પરંતુ રવીકાર કરે છે અને પાલન પણ કરે છે. તે ગીતા અનિશ્રિત -અગીતાર્થ સુનિ.
૫ જેઓ જાણે છે, પરંતુ સ્વીકાર અને પાલન કરતા નથી તે શ્રેણિકાદિ. ૬ જેઓ જાણે છે, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અનુત્તરવાસી દેવ, ૭ જેઓ જાણે છે, રવીકારે છે, પણ પાલન કરતા નથી તે સંવિનપાક્ષિકમુનિ,
૮ જે જાણે છે, રવીકારે છે, અને પાલે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત આત્મા. આ -આઠ ભાંગામાથી પ્રથમના ચાર ભાગે વર્તતા મિયાદષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યગ જ્ઞાન રહિત - છે. પછીના ત્રણ ભાગે વતતા અવિરતિ સમ્યગષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યગજ્ઞાન સહિત છે
અને આઠમે ભાગે વતતા આત્માઓ દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત હોય છે. કારણ કે તેઓ સમ્યગજ્ઞાન સહિત વિરતિનો સ્વીકાર કરે છે અને પાલન કરે છે.