________________
પથસંગ્રહ-પાંચમું દ્વાર
જ
• ઉદયવિધિ..
હવે ઉદયવિધિ–ઉદયનું સ્વરૂપ કહે છે होइअंणाइअणंतो अणाइसंतो धुवोदयाणुदओ । साइसपज्जवसाणो अधुवाणं तहय मिच्छस्स ॥९७।। भवत्यनायन्तोऽनादिसान्तो ध्रुवोदयानासुदयः । सादिसपर्यवसानोऽधुवाणां तथा च मिथ्यात्वस्य ॥१७॥
અર્થ–પ્રદયિ પ્રકૃતિઓને ઉદય અનાદિ અનન્ય અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે અને અશ્રુચિ પ્રકૃતિઓને તથા મિથ્યાત્વને ઉદય સાદિ સાન્ત છે.
કાજુ –અહિં પ્રકૃતિએ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-યુદયી અને અધદયી. તેમાં કર્મ પ્રકૃતિના કત્તાં ઉદયાધિકારમાં એકસો અઠ્ઠાવન પ્રકૃતિએ માને છે. અહિંથી આરંભી આઠ કરણના સ્વરૂપની સમાપ્તિ પર્યત કર્મપ્રકૃતિકારના અભિપ્રાયે જ કહેવામાં આવશે. તેમના અભિપ્રાયે દથિ પ્રકૃતિઓ અડતાલીસ થાય છે. તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, મિથ્યાત્વમોહનીય, વદિ વીશ, તેજસકામણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ
આ અડતાલીસ પ્રવૃતિઓનો ઉદય અનાદિ અનન્ત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. તેમા અભવ્ય આશ્રયીને તે પ્રકૃતિને ઉદય અનાદિ અનંત છે. કારણ કે તેઓને અનાદિ કાળથી ઉદય છે અને કઈ દિવસ ઉદયવિચ્છેદને સંભવ નથી. તથા ભો આશ્રયી અનાદિ સાંત છે, કારણ કે મેક્ષમાં જતાં તેઓને અવશ્ય ઉદય વિછેદને સંભવ છે.
અધદયિ શેષ એકસે દશ પ્રકૃતિઓને ઉદય સાદિ સાંત છે. કારણ કે તેઓ સઘળી અધુવેદયિ હોવાથી પરાવર્તન પામી પામીને ઉદય થાય છે. કેવળ અદિયિ પ્રકૃતિને ઉદય સાદિ સાંત છે એમ નથી પરંતુ મિથ્યાત્વને ઉદય પણ સાદિ સાંત છે. તે આ પ્રમાણે –
. ૧ કમપ્રકૃતિકાર બંધન પદર માનતા હોવાથી તેમના અભિપ્રાયે આડે કમની ઉત્તરપ્રકૃતિની સંખ્યા ૧૫૮ થાય છે. પંચસંગ્રહકાર પાચ બંધન માનતા હોવાથી તેમના અભિપ્રાયે ૧૪૮ થાય છે. અહિં કપ્રિતિકારના અભિપ્રાયથી કહ્યું છે. તથા ઉદયમાં જો કે ૧૨૨ પ્રકૃતિએ કહી છે. કારણ કે તેમાં વર્ણદિના ઉત્તર ભેદ વિવક્યા નથી. અહિં ઉત્તર ભેની પણ વિવક્ષા કરી છે માટે એક અઠ્ઠાવન કહી છે. અહિં વિવાદ છે મતાંતર નથી.