________________
૬૮૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર તથા તેજસ, કામણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામ ધ્રુવનંધિની નવ પ્રકૃતિઓને સાતને બંધક મિથ્યાદષ્ટિ અપર્યાપ્ત સર્વ જઘન્ય ગસ્થાને વર્તમાન નામકર્મની તિયચગતિ 5 ત્રીશ પ્રકૃતિ બાંધતે સૂક્ષમ નિદિઓ: જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. આ પ્રમાણે નેવ્યાશીમી ગાથામાં કહેવા માટે બાકી રાખેલા ઉપરોક્ત પ્રકૃતિએના સ્વામિ કહા. ૯૨
આ પ્રમાણે સ્વામિત્વ પ્રરૂપણા કરી છેવટે તે કરીને પ્રદેશબંધનું સ્વરૂપ પૂર્ણ કર્યું. હવે કઈ પ્રકૃતિએ જઘન્યથી અથવા ઉત્કૃષ્ટથી કેટલા કાળ પર્યત નિરંતર અંધાય? તેનું નિરૂપણ કરવા માટે કહે છે
समयादसंखकालं तिरिदुगनीयाणि जाव वझंति । वेउव्वियदेवदुगं पल्लतिगं आउ अंतमुहू ॥१३॥ समयादसंख्यकालं तिर्यद्विकनीचैर्गोत्रे यावत् वध्यते । वैक्रियदेवद्विकं पल्पत्रिकमायुरन्तर्मुहूर्त्तम् ॥१३॥
અર્થ–તિર્યમિક અને નીચગોત્ર જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અસંvયકાળ પર્યા, ક્રિયદ્ધિક અને દેવદ્ધિક ત્રણ પલ્યોપમ પર્યત અને આયુ અંતમુહૂર્ત પત નિરં તર બંધાય છે.
ટીકાનુડ–તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વેિ અને નીચોવ એ જઘન્યથી એક સમય પત બંધાય છે. કારણ કે બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયના તેની વિશેધિની પ્રકૃતિએના બંધને સંભવ છે. ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશના પ્રદેશની જેટલી સંખ્યા થાય તેટલા સમય પર્યત નિરંતર બંધાય છે. કારણ કે તેઉકાય અને વાઉકાયમાં ગયેલા આત્માને એ જ ત્રણ પ્રકૃતિઓ બંધાય છે, તથાભવસ્વભાવે તેની વિશેધિની મનુષ્યગતિ આદિ બંધાતી નથી. તે બંનેની સ્વકાયસ્થિતિ તેટલી જ છે તેથી ઉપરોક્ત ત્રણ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ તેટલે નિરંતર બંધકાળ કહ્યો છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવન્! તેઉકાયિક જીવ તેઉકાયપણે કાળથી કેટલો કાળ હોય? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ એટલે કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પર્યત હોય અને ક્ષેત્ર આશ્રયી
૧ અહિં ગાથામા નામની યુવધિ નવ પ્રકૃતિને બંધક ચૂલમનિગદ છે એમ કહ્યું નથી છતાંચાહ્યાના વિપરિપતઃ નહિ ફાતા -એ ન્યાયે લેવાનું છે. ન્યાયનો અર્થ આ-વ્યાખ્યાનથી વિશેષ અને નિર્ણ થાય છે. સંદેહથી-સંશયથી લક્ષણ અલક્ષણ થતુ નથી. તાત્પર્ય એ કેસૂત્રના અર્થમાં સશવ થવાથી તેના વિશેષાર્થને નિર્ણય વ્યાખ્યાનથી થાય છે. પરંતુ જે લક્ષણ પ્રતિપાદક સૂત્ર છે તે અલક્ષ થતું નથી.