________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૨૭
થાય છે, ક્ષયક આત્મા અત્યંત વિશુદ્ધ પરિણામવાળો હોય છે. માટે પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ લપકને જ થાય છે અન્યત્ર થતું નથી. તેને કાળા એક સમયને છે માટે તે સાદિ સાત લાગે છે.
તથા શેષ વબંધિની પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયરૂપ તોગ્ય વિશુદ્ધ પરિણામવાળે બાદર એકેન્દ્રિય કેટલોક કાળ કરે છે. શેષ એકેન્દ્રિય તથાભવસ્વભાવે કરતા નથી. અંતમુહૂત પછી તે જ જીવ અજઘન્ય સ્થિતિબંધ કરે છે. વારાફરતી તેઓને થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે. જઘન્ય બંધના સાદિ સાંત ભાંગાનું કારણ કહ્યું.
હવે અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધના ચાર પ્રકારને, શેષ ધ્રુવ બધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુષ્ટાદના સાદિ અને સાંત ભાંગાને, તથા અધુવબંધિની પ્રકૃતિઓના ચારે પ્રકારમાં સાદિ સાંત એ બે ભાગાને વિચાર કરે છે–
अट्ठाराणऽजहन्नो उवसमसेढीए परिवडंतस्स । साई सेसविगप्पा सुगमा अधुवा धुवाणंपि ॥६॥ अष्टादशानामजघन्य उपशमश्रेण्याः प्रतिपततः । सादिः शेषविकल्पाः सुगमा अध्रुवाणां ध्रुवाणामपि ॥२॥
અથ—અઢાર પ્રકૃતિઓને અજઘન્ય સ્થિતિબંધ ઉપશમ શ્રેણિથી પડતા થાય છે માટે સાદિ. તથા તેના શેષ વિકલ્પ અને અધુવ તથા શેષ ધ્રુવનધિની પ્રકૃતિના પણ સઘળા વિકલ સુગમ છે.
ટીકાનું–જ્ઞાનાવરણીયાદિ પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધની શરૂઆત ઉપશમણિથી પડતા થાય છે. માટે તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– ઉપશમણિથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અgવ છે.
એ જ અઢાર પ્રકૃતિએના શેષ જઘન્યાદિ વિક, તથા અધવબંધિની પ્રકૃતિએના અને અઢાર સિવાય શેષ ધ્રુવધિની પ્રકૃતિઓના ચારે વિક સાદિ સાંત લાગે છે. જેને વિચાર પહેલા કરી આવ્યા છે. ૬૩,
આ પ્રમાણે સાદિ અનાદિની પ્રરૂપણા કરી. હવે એના જ વિશેષ સ્પષ્ટીકરણ માટે સ્વામિત્વ પ્રરૂપણ કરે છે– , 'सव्वाणवि पगई उक्कोसं सन्निणो कुणंति ठिई । एगिदिया जहन्नं असन्नि खवगा य काणंपि ॥६॥