________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૦૩
માત્ર અબાધાકાળમાં કલરચના થતી નથી. જે આ પ્રમાણે રચના ન થાય તે અબાધાકાળ ગયા પછી કેટલી અને કઈ વગણના ફળને અનુભવ કરવો તે નિશ્ચિત ન થાય અને તેથી અવ્યવસ્થા થાય. અને અવ્યવસ્થા થવાથી બંધાયેલી અમુક પ્રમાણ સ્થિતિને કંઈ જ અર્થ ન રહે. અહિં બંધ સમયે બંધાયેલી વગણની નિશ્ચિતરૂપે રચના થતી હોવાથી જરા પણ અવ્યવસ્થા થતી નથી.
તે રચના કઈ રીતે થાય તે કહે છે—જ્યારે પણ કેદ કર્મ બાંધે ત્યારે તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય અને તે સ્થિતિના પ્રમાણમાં જેટલે અખાધાકાળ હોય તે અખાષાના સમયને છોડીને દળરચના કરે છે. તેમાં અબાધાના સમયથી પછીના સમયે ઘણું દળ ગાઠવે છે, ત્યારપછીના સમયે વિશેષહીન દલિક ગોઠવે છે. ત્યારપછીના સમયે તેનાથી પણ વિશેષહીન દલિક ગોઠવે છે, એ પ્રમાણે ઉત્તરોત્તર સમયે વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવે છે. આ પ્રમાણે વિવણિત સમયે બધાયલી સ્થિતિના ચરમ સમય પર્વત કહેવું.
આ પ્રમાણે રચના થતી હોવાથી અઆધાકાળ પછીના પહેલા સમયે ઘણા દલિકનું ફળ અનુભવે છે, ત્યારપછીના બીજે સમયે વિશેષહીન દલિકનુ ફળ અનુભવે છે, એ પ્રમાણે પછી પછીના સમયે પૂર્વ પૂર્વ સમયથી હીન હીન દલિકના ફળને અનુભવે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે બંધાયેલી સ્થિતિના ચરમ સમય પર્યત કહેવું. - જે સમયે જેટલા રસવાળી અને જેટલી વગણ ફળ આપવા નિયત થઈ હોય તે સમયે તેટલા રસવાળી અને તેટલી વગણએ ફળ આપે છે અને ફળ આપી આત્મપ્રદેશથી છુટી જાય છે. આ પ્રમાણે કરણે ન પ્રવ ત્યારે સમજવું, કારણ કે કરણે વડે અનેક ફેરફાર થાય છે. ૫૦
હવે આયુના સંબંધમાં વિશેષ કહે છે– बाउस्त पढमसमया परभविया जेण तस्स उ अवाहा । आयुषः प्रथमसमयात् परमविका येन तस्य तु अवाधा।
અથ–આયુના પ્રથમ સમયથી જ દળરચના થાય છે, કારણ કે તેની અબાધા પરભવના આયુ સંબધી હોય છે.
ટીકાનુ –ચાર આયુમાંથી કઇ પણ આયુ બંધાય ત્યારે પ્રથમ સમયથી આરંભી પૂર્વક દલિકની રચના કરે છે. તે પ્રકારે–પ્રથમ સમયે ઘણું દલિક ગોઠવે છે. બીજે સમયે વિશેષહીન દલિક ગોઠવે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન આયુના ચરમ સમયપર્યત કહેવું.
શંકા –આયુ વિના દરેક કાર્યમાં અખાધાના સમયને છેડીને દળરચના કરે