________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૮૯
કર્મની અતરક્કોડાકડી સાગરોપમના સંખ્યામાં ભાગથી આરંભી કંઈક ન્યૂન બે પૂર્વ કેડી અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ અને આહારદ્ધિકની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
તાત્પર્ય એ કે–તીથકેરનામ અને આહારકટ્રિકની અંતકડાકેડી સાગરોપમના સંખ્યામાં ભાગની સ્થિતિથી આરંભી નિકાચિત કરવાને આરંભ કરે છે. જ્યારે સંપૂર્ણપણે ગાઢ નિકાચિત થાય છે ત્યારે તીર્થકેરનામની ઉત્કૃષ્ટસ્થિતિ કંઈક ન્યૂન બે પૂડ અધિક તેત્રીસ સાગરોપમ થાય છે. તે આ પ્રમાણે –
જે જન્મમાં તીર્થકર થવાના છે તે ભવથી ત્રીજે ભવે પૂર્વકેટિ વરસના આયુવાળો કેઈ મનુષ્ય તીર્થ કરનામકર્મને પહેલપહેલા નિકાચિત કરે, ત્યાંથી તેત્રીસ સાગરોપમના આયુવાળા અનુત્તર વિમાનવાસી દેવ થયા, ત્યાંથી ચ્યવી ચોરાસી લાખ પૂરવના આયુવાળા તીર્થંકર થાય. આ પ્રમાણે પૂર્વ કેટી વરસના આયુવાળા તીર્થકર થાય. આ પ્રમાણે પૂર્વ કેટી વરસના આયુવાળા નિકાચિત કરે ત્યાંથી અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટ આઉખે ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ આઉખે તીર્થકર થાય તે ઉપર કહી તે પ્રમાણે નિકાચિત તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે. અને આહારદ્ધિકની અંત કેડાડી સાગરોપમના સંખ્યાતમા ભાગથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ગાઢ નિકાચિત થાય છે.
આ રીતે બંનેની સ્થિતિ અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢ નિકાચિત એમ ત્રણ પ્રકારે છે. બંનેની અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિ અંત કેડાડી સાગરોપમ, અને અલ્પનિકાચિત અંતકડાડીને સંખ્યાતમે ભાગ છે. તથા ગાઢ નિકાચિત ઉપર કહ્યા પ્રમાણે તેત્રીસ સાગરેપમાદિ છે.
૧ પૂટી વરસના આયુવાને કોઈ મનુષ્ય તીર્થકર નામક ગાઢ નિકાચિત બાંધી તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વના આઉખે તીર્થકર થાય તેઓ આશ્રયી ઉપરોક્ત ઉત્કૃષ્ટ ગાઢ નિકાચિત સ્થિતિ સંભવે છે. પૂર્વ કાટિ વરસથી ઓછા આયુવાળા બાધે અને ઓછા આયુવાળા વૈમાનિક દે કે નરકમાં ઉત્પન્ન થાય અને તીર્થકરભવમાં ઓછું આયુ હોય તે ઉપરોક્ત સ્થિતિથી ઓછી પણ ગાઢ નિકાચિત થાય છે. સખ્યાત વરસના આયુવાળા મનુષ્ય ગાઢ નિકાચિત કરી શકે છે ઓછામાં ઓછા કેટલા આયુવાને કરી શકે તે જાણવામાં આવ્યું નથી. મનુષ્યમાંથી ઓછામાં ઓછા દસ હજાર વરસના આયુવાળી પ્રથમ નારકીમાં અગર પ-પમ પ્રમાણ જવન્ય આયુવાળા સૌધર્મ દેવકમાં ઉત્પન્ન થઈ શકે છે તીર્થંકરભવમાં ઓછામાં ઓછું બહેતર વરસનું આયુ હોય છે. એટલે મનુષ્યભવમાં જેટલું આયુ શેપ હોય અને ગાઢ નિકાચિત કરે ત્યાંથી આરંભી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જેટલું આયુ હોય અને તીર્થકરના ભાવમાં જેટલું આયુ હોય તેટલી તીર્થકર નામકર્મની સ્થિતિ ગાઢ નિકાચિત થાય એમ સમજવું.
૧ અનિકાચિત એ એવી સ્થિતિ છે કે જો તે નિકાચિતરૂપમાં પરિણામ ન પામે તે વધે, ઘટે અને કદાચિત સત્તામાંથી નીકળી પણ જાય. નિકાચિત ત્રીજે ભવે જ થાય છે. તે પણ અંતાડા