________________
૫૬૮
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રારંભ-શરૂઆત ચુક્ત હોય તે સાદિ. જેની આદિ ન હોય તે અનાદિ. ભવિષ્યમાં જે અંધાદિ હંમેશા રહેનાર હોય જેને કોઈ કાળે નાશ ન થાય તે ધ્રુવ-અનત અને કાળાન્તરે જેને વિચ્છેદ થાય તે અધુ–સાત. આ ચાર ભેમાં જેના સદભાવમાં જેને અવશ્ય સદભાવ હોય તે કહે છે–
साइ अधुवो नियमा जीवविसेसे अणाई अधुवधुवो । नियमा धुवो अणाई अधुवो अधुवो व साई वा ॥२३॥ सादिरध्रुवः नियमाव जीवविशेपादनदिध्रुवो ध्रुवः । नियमात् ध्रुवोऽनादिरघुवोऽध्रुवो वा सादिर्वा ॥२३॥
અર્થ – જે બંધાદિ સાદિ હોય છે, તે અવશ્ય અદ્ભવ હોય છે. જે બંધાદિ અનાદિ હોય છે, તે જીવવિશે અધુવ હોય છે, કવ પણ હોય છે. જે ધ્રુવ હોય છે. તે અવશ્ય અનાદિ હોય છે અને જે અધુવ છે, તે અધુવરૂપે રહે છે, અથવા સાદિ પણ થાય છે.
ટીકાનુ અહિં જે બંધ સાદિ હોય છે તે અવશ્ય અધવ હોય છે. કારણ કે સાદિપણું ત્યારે જ ઘટે જ્યારે પૂર્વના બંધનો વિચ્છેદ થયા પછી નવા બંધને પ્રારંભ થાય. તેથી સાદિ બંધના વિચ્છેદ પૂર્વક જ હોય છે માટે જ એમ કહ્યું કે જે બંધ સાદિ હોય તે અધુવસાન અવશ્ય હોય છે.
અભવ્ય અને ભવ્યરૂપ જીવો આશ્રયી અનાદિ બંધ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે–અધવ, ઇવ. તેમાં અભવ્યને જે બંધ અનાદિ હોય છે તે તેને પ્રવ-અનંત જ હોય છે અને ભવ્યને અનાદિ બંધને પણ ભવિષ્યમાં નાશ થવાને સંભવ હોવાથી સાન્ત થાય છે.
જે બંધ બવ હોય છે તે અવશ્ય અનાદિ હોય છે. કારણ કે અનાદિ સિવાય અનંત હોઈ શકતું જ નથી. કોઈ કાળે સાદિ બંધ અનંતકાળ પર્યત રહી શકે જ નહિ. કારણ કે ઉપરના ગુણસ્થાનકે જઈ પૂર્વના બંધને વિચ્છેદ કરી પડી ફરી બંધને આરંભ કરે ત્યારે સાદિ કહેવાય, પહેલે ગુણઠાણેથી ઉપરના ગુણસ્થાનકે ચડનાર આત્મા ભલે પહેલે ગુણઠાણે આવે, પરંતુ તે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે સંસારમાં રહે જ નહિ. જ્યારે ઉપરના ગુણસ્થાનકે જાય ત્યારે બંધને અંત કરે જ. માટે જે બંધ સાદિ હોય તે અવશ્ય સાન્ત હેય એમ કહ્યું છે.
તથા જે બંધનો અને થાય છે તેની ફરી શરૂઆત થતી નથી એમ પણ બને છે. જેમ વેદનીયકર્મના બંધને વિચ્છેદ થયા પછી તેને ફરી બંધ થતું નથી અને કેઈ કર્મમાં બંધને વિચ્છેદ થયા પછી ફરી બંધની શરૂઆત થાય પણ છે, જેમ જ્ઞાનાવરણયકર્મના બંધને વિચ્છેદ થયા પછી પડે ત્યારે ફરી તેના બંધની શરૂ