________________
૫૫૬
પંચસંગ્રહ-પાંચ દ્વાર ઓગણીશમી ગાથામાં જે ઉદયસ્થાનકે કહ્યા તેમાં ભૂયસ્કાર અને અલ્પતરની સંvયા સકારણે આ ગાથામાં કહે છે–
भूयप्पयरा इगिचउवीसं जन्ने केवली छउमं । अजओ य केवलितं तित्थयरियरा व अन्नोन्नं ॥२०॥ भूयस्काराल्पतरा एकचतुर्विशतिर्यस्मात् न एति केवली छन । । अयतश्च केवलित्वं तीर्थकरेतरौ वाऽन्योन्यम् ॥२०॥
અર્થ–પૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનમાં ભૂયસ્કાર અને અલ્પતર અનુક્રમે એકવિશ અને ચોવીશ છે. કારણ કે કેવળી છવાના ઉદયસ્થાનેને પ્રાપ્ત કરતો નથી. તેમ જ અવિરતિ કેવળીપણાના ઉદયસ્થાનેને પ્રાપ્ત કરતા નથી. એ જ પ્રમાણે તીર્થ કર સામાન્ય કેવળીના અને સામાન્ય કેવળી તીર્થકરના ઉદયસ્થાનકોને પ્રાપ્ત કરતા નથી.
ટીકાનુ–પૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારોદય એકવીશ છે અને અલ્પતરદય ચોવીસ છે. બેમાંના એક પણ ઉક્ત સંખ્યાથી અધિક નથી. કારણ કે કેવળી. ભગવાન છઘસ્થના ઉદયને પ્રાપ્ત કરતા નથી, અવિરતિ સમ્યગ્દષ્ટિ કેવળજ્ઞાનીના ઉદયસ્થાનકમાં જતા નથી, તેમ જ સામાન્ય કેવળી અને તીર્થકરો એક બીજાના ઉદયસ્થાનકે જતા નથી માટે પૂર્વે જે સંખ્યા કહી તેટલો જ ભૂયસ્કાર અને અલ્પતરોદય છે. આ કથનનું તાત્પર્ય આ છે—
કેવળી ભગવાન છસ્થના ઉદયસ્થાનમાં જતા નથી જે જાય તે ચુમ્માલીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે થાય અને તેમ થવાથી તેની સંખ્યા વધે પરંતુ તેમ થતું નહિ હોવાથી ભૂયસ્કારની સંખ્યામાં વધારે થતું નથી. એ પ્રમાણે અતીર્થકર તીર્થકરના ઉદયને અને અગિ કેવળી સગિકેવળીના ઉદયને પ્રાપ્ત કરતા નથી. માટે અગીઆર, બાર, ત્રેવીસ, ચોવીસ અને ચુમ્માલીસ એ પાંચ ઉદયસ્થાનકે ભૂયસ્કારદયરૂપે સંભવતા નથી. પરંતુ શેષ એકવીશ ઉદયસ્થાનકે જ ભૂયસ્કારદયરૂપે સંભવે છે. "
તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કેવળી ભગવાનના ઉદયસ્થાનકેને પ્રાપ્ત કરતા નથી માટે ત્રીસના ઉદયરૂપ અલ્પતરદય ઘટી શો નથી.
પ્રશ્ન–ચોત્રીસને ઉદય સ્વભાવસ્થ તીર્થકર કેવળીને હોય છે. તેથી જ્યારે તીર્થકર થનાર આત્મા કેવળપણાને પ્રાપ્ત કરે, અને ચુમ્માલીસ આદિ કોઈપણ ઉદયસ્થાનેથી ચોત્રીસના ઉદયે જાય ત્યારે ત્રીસના ઉદયરૂપ અલ્પતર સંભવે છે તે પછી ? શા માટે ચિત્રીસના અલ્પતરનો નિષેધ કર્યો?
ઉત્તર–વસ્તુસ્વરૂપનું અજ્ઞાન હોવાથી ઉપરોક્ત કા અગ્ય છે કારણ કે કેવપણને સઘળા આત્માઓ ગુણસ્થાનકના ઉમે પ્રાપ્ત કરે છે. સીધા ચોથા પાંચમાથી