________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૪૧
સિવાય સત્તાવીશ પ્રકૃતિ વધારતાં ત્રેપન પ્રકૃતિના બંધારૂપ આઠમ ભૂયસ્કાર. તીર્થકરનામકર્મ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધતા ચાપન પ્રકૃતિના બંધરૂપ નવમે ભૂયકાર. આહારદ્ધિક સહિત દેવગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતાં પંચાવન પ્રકૃતિના બંધારૂપ દશમો ભૂયસ્કાર, આહારદ્ધિક અને તીર્થંકરનામ સહિત એકત્રીશ આધતા છપ્પન પ્રકૃતિના ધરૂપ અગીઆર ભૂયસ્કાર.
ત્યાર પછી નીચે ઉતરતા એજ ગુણસ્થાનકે નામકર્મની ત્રીશ પ્રકૃતિ સાથે નિદ્રાત્રિક બાંધતા સત્તાવન પ્રકૃતિના બંધારૂપ બારમા ભૂયસ્કાર. અને નામકર્મની એકત્રીશ પ્રકૃતિ સાથે નિદ્રાદ્ધિક બાંધતાં અઠ્ઠાવન પ્રકૃતિના બંધરૂપ તેરમે ભૂયસ્કાર. ત્યારપછી અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા દેવાયુ સાથે તે અઠ્ઠાવન પ્રકૃતિ બાંધતાં ઓગણસાઠ પ્રકૃતિના બંધરૂપ ચૌદમો ભૂયસ્કાર. આ ઓગણસાઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છેજ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય નવ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ અને નામકની એકત્રીસ.
ત્યાંથી દેશવિરતિ ગુણસ્થાનકે આવી નામકની અઠ્ઠાવીસ બાંધતા અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતાં સાઠ પ્રકૃતિના ખંધરૂપ પંદરમે ભૂયસ્કાર. તીર્થકર સહિત નામકર્મની ઓગણત્રીસ બાંધતા એકસઠ પ્રકૃતિના બંધરૂપ સળગે ભૂયસ્કાર. તે એકસઠ પ્રકૃતિ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય છે, વેદનીય એક, મિહનીય તેર, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાંચ, અને નામકમની ઓગણત્રીશ.
ત્યાંથી અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે આવી નામકર્મની અઠ્ઠાવીશ બાંધતા આયુને અંધ નહિ કરતા અને અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતા ત્રેસઠ પ્રકૃતિના બંધરૂપ સત્તર ભૂયસ્કાર. ત્રેસઠ પ્રકૃતિ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય સત્તર, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની અઠ્ઠાવીસ.
અહિં પૂર્વોક્ત એકસઠમાંથી આસુ અને તીર્થંકરનામ એ બે ઓછી કરી અપ્રત્યાખ્યાન ચતુષ્ક વધારતાં ત્રેસઠ પ્રકૃતિ થાય છે. બીજી કોઈ પણ રીતે પ્રકૃતિ ઓછી વસ્તી થતી નહિ હોવાથી બાસઠ પ્રકૃતિનું બંધ સ્થાનિક સર્વથા સંભવતું નથી માટે બાસઠના અધરૂપ ભૂયસ્કાર પણ સંભવતો નથી.
તેજ અવિરતિ સભ્યદષ્ટિને નામકર્મની ગણત્રીશ બાંધતા ચોસઠ પ્રકૃતિના અધરૂપ અઢારમે ભૂયસ્કાર, તથા દેવગતિમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકની ત્રીશ બાંધતા તેજ અવિરતિ સમ્યગ્દષ્ટિને પાંસઠ પ્રકૃતિના બંધરૂપ ઓગણીશમે ભૂયસ્કાર, તેજ જીવને આયુ અધિક બાંઘતા છાસઠ પ્રકૃતિના બંધરૂપ વીશમે ભૂયસ્કાર. છાસઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય સત્તર, આયુ એક, ગાત્ર એક અતરાય પાંચ, અને નામકમની ત્રીશ.
ત્યાંથી પડી મિથ્યા ગયેલાને નામકર્મની ત્રેવીસ બાંધતા આયુને પણ બંધ