________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
પ૩૯
તથા ત્રીજા વેદનીયકર્મ વિના શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, આયુ અને નેત્રરૂપ ચાર કામમાં એક એક અવક્તવ્ય બંધ છે.
તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉપશાંતમ ગુણસ્થાનકેથી અદ્ધાલયે કે ભવક્ષયે પડી પાંચ પાંચ પ્રકૃતિ બાંધતા પહેલે જ સમયે પાંચ પાંચ પ્રકૃતિના બંધરૂપ એક એક અવક્તવ્ય બંધ થાય છે.
તથા ઉપશાંતમહ ગુણસ્થાનકેથી બંને પ્રકારે પડતા ઉચ્ચત્ર બાંધતા પહેલેજ સમયે ઉચ્ચગેત્રના બંધરૂપ ગોત્રકમમાં એક અવક્તવ્ય બંધ થાય છે.
તથા આયુના બંધના આરંભમાં ચાર આયુમાંની કેઈપણ એક એક પ્રકૃતિ બાંધતાં પહેલેજ સમયે તે તે એક એક આયુના બંધરૂપ અવક્તવ્યબંધ થાય છે.
વેદનીયકર્મમાં અવકતવ્યબંધ સર્વથા ઘટતું નથી. કારણ કે વેદનીયકર્મને બંધવિચ્છેદ થયા પછી ફરી બંધ થતું નથી. વેદનીયકમને બંધવિચ્છેદ અગિ અવસ્થામાં થાય છે. ત્યાંથી પ્રતિપાત થતો નથી કે જેથી ફરીવાર બંધના આરંભને સંભવ હોય. આ પ્રમાણે સર્વથા બંધને વિચ્છેદ થયા પછી બંધને આરંભ થત નહિ હોવાથી વેદનીયમાં અવક્તવ્યબંધ સંભવતું નથી. માટે તેનું વજન કર્યું છે. - તથા દર્શનાવરણીય, મેહનીય અને નામકર્મ વિના શેષ કર્મમાં એક એક બંધસ્થાનક હોવાથી ભૂયકાર અને અલ્પતર બંધ ઘટતા નથી.
ઉપર કહ્યા પ્રમાણે જે સમયે ન બંધ થાય તે સમયે અવક્તવ્ય અને શેષકાળ તેને ત્યાં સુધી બંધ રહે ત્યાં સુધી અવસ્થિતબંધ ઘટે છે, અને વેદનીય કર્મમાં તે માત્ર અવસ્થિતબંધ જ ઘટે છે.
તેમાં જ્ઞાનાવરણીય, અંતરાય અને ગોત્રકમને મૂળકર્મ આશ્રયી અવસ્થિત બંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત અને સાદિ સાંત છે.
વેદનીયકમને પણ મૂળકમ આશ્રયી અવસ્થિતબંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત છે.
આયુકર્મને અવસ્થિત બંધ માત્ર અંતમુહૂર્ત જ છે. આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ પ્રત્યેક કર્મોના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ કા. ૧૭
હવે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓમાંના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ કહેવા ઈચ્છતાં પહેલાં તેઓના અધિસ્થાનકોનું પ્રતિપાદન કરે છે–
इगसयरेगुत्तर जा दुवीस छब्बीस तह तिपन्नाई।
રોવર વાણિહિયવંધાયો ગુનો તા -