________________
૫૩૬
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
भूओगारा दो नव छ यप्पतरा दु अट्र सत्त कमा । मिच्छाओ सासणत्तं न एकतीसेकगुरु जम्हा ॥१६॥
भूयस्कारा द्वौ नव षट् चाल्पतरा द्वावष्टौ सप्त प्रमात् ।
मिथ्यात्वात् सासादनत्वं न एकत्रिंशत एको गुरुयस्मात् ॥१६॥ અર્થ– દશનાવરણ, મોહનીય અને નામકર્મના ભૂયસ્કાર અનુક્રમે બે નવ અને છ છે. અલ્પતર બે, આઠ અને સાત છે. મિથ્યાત્વેથી સાસાદને જતા નહિ હોવાથી મિહનીયના આઠજ અલ્પતર છે. અને એકત્રીસના બંધથી એકને બંધ ગુરુ નથી માટે નામકર્મના છજ ભૂયસ્કાર થાય છે.
ટીકાનુ-દર્શનાવરણીય, મોહનીય અને નામકર્મના અનુક્રમે બે, નવ અને આઠ ભૂયસ્કાર છે, તથા બે આઠ અને સાત અલ્પતર છે. તાત્પર્ય એ કે દર્શનાવરણીયકર્મના બે ભૂયસ્કાર, અને બે અલ્પતર છે. મોહનીય કર્મના નવ ભૂયસ્કાર અને આઠ અલ્પતર છે, તથા નામકર્મના છ ભૂયસ્કાર, અને સાત અલ્પતર છે.
અહિ એમ શંકા થાય કે-મેહનીયકમના દશ બંધસ્થાનકમાં ભૂયસ્કાર જેમ નવ થાય છે તેમ અલ્પતર નવ કેમ ન થાય? તેમજ નામકર્મના આઠ બંધસ્થાનકમાં જેમ સાત અલ્પતર થાય છે તેમ ભૂયસ્કાર સાત કેમ ન થાય?
તેના ઉત્તરમાં જણાવે છે કે કોઈપણ જીવ મિથ્યાત્વ ગુણઠાણેથી સાસ્વાદને જાતે નથી તેથી એકવીશના બંધરૂપ અલ્પતર ઘટતો નથી માટે મોહનીયના અલપતર આઠજ થાય છે. તથા નામકર્મને એકત્રીશના બંધથી ઉતરી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જે એક પ્રકૃતિને બંધ થાય છે તે એકત્રીશની અપેક્ષાએ હેટ નથી માટે નામકર્મના ભૂયસ્કાર છજ થાય છે.
વળી એમ કહેવામાં આવે કે ઉપશમણિથી પડતા યશકીર્તિરૂપ એક પ્રકૃતિ બાંધી આઠમાના છઠ્ઠા ભાગે આત્મા એકત્રીસના બંધે પણ જાય છે. અને તે એકત્રીસને બંધ એક પ્રકૃતિની અપેક્ષાએ ભૂયસ્કાર છે માટે સાત ભૂયસ્કાર થાય છે અને તે યુક્તજ છે. “અન્ય શાસ્ત્રોમાં પણ સાત ભૂયસ્કાર કહ્યા છે. શતકશૂર્ણિમાં કહ્યું છે કે- એકના બંધથી પણ એકત્રીસના બધે જાય છે માટે ભૂયસ્કાર સાત છે.”
તેના ઉત્તરમાં કહે છે કે-તે અયોગ્ય છે. કારણ કે અઠ્ઠાવીશ આદિ બંધની અપેક્ષાએ એકત્રીસના બંધરૂપ ભૂયસ્કાર પહેલાં જ ગ્રહણ કર્યો છે. એકના બંધથી એકત્રીસના બધે જાય કે અઠ્ઠાવીસઆદિ પ્રકૃતિના બંધથી એકત્રીસના બધે જાય એ બંનેમાં એકત્રીસના બંધરૂપ ભૂયસ્કારનું તે એકજ સ્વરૂપ છે. અવધિના ભેદે કંઈ ભિન્ન ભૂયસ્કારની વિવફા થતી નથી. જે અવધિના ભેદે ભિન્ન ભિન્ન ભૂયસ્કારની વિવક્ષા કરવામાં