________________
૩
ટીકાનુવાદ સહિત તેને અન્ય વ્યતિરેક સંબંધ જણાય છે, તે આ પ્રમાણે-જયાં સુધી વેગ છે ત્યાં સુધીજ લેગ્યા છે, અને કેગના અભાવે અગિ અવસ્થામાં હોતી નથી. આ પ્રમાણે લેશ્યાઓને અન્યાય અતિરિક સંબંધ યોગની સાથે હોવાથી લેગ્યાએ ગાન્તર્ગત દ્રવ્ય છે એમ સમજવું. તથા તથા પ્રકારના અનાદિ પરિણામિક ભાવવડે મોક્ષગમનાગ્ય જે આત્મા તે ભવ્ય. અને તથા પ્રકારના પરિણામિક ભાવવડે મેક્ષગમનને જે અાગ્ય તે અભય. તે અહિં ભવ્યના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અભવ્યનું પણ ગ્રહણ કરવાનું છે. સમ્યફ શબ્દ પ્રશંસા અથવા અવિરુદ્ધ અર્થમાં છે. સમ્યગ જીવનો ભાવ-પરિણામ તે સમ્યક્ત્વ. એટલે પ્રશસ્ત અથવા મોક્ષને અવિરોધી જે આત્માને પરિણામવિશેષ તે સમ્યકત કહેવાય છે.
પ્રહ–સમ્યકત્વ કે જે આત્માનું વરૂપ છે તે કઈ હેતુવડે પ્રાપ્ત થાય છે, કે હેતુ સિવાય પ્રાપ્ત થાય છે? હેતુને વિચાર કરતા કે હેતુ ઘટી શકતું નથી. તે આ પ્રમાણેસમ્યકત્વને ક હેતુ છે? ૧ શું અરિહંત ભગવાનના બિંખની પૂજા દર્શનાદિ હેતુ છે ? ૨ અથવા સિદ્ધાતના અર્થનું શ્રવણ કરવું એ હેતુ છે? ૩ કે આ બે સિવાય અન્ય હેતુ છે? અહિં આ પ્રમાણે ત્રણ પક્ષ થઈ શકે છે. તેમાં પ્રથમ ભગવાન અરિહંતના બિબની પૂજા દર્શનાદિ સમ્યકત્વનાં હેતુ નથી, કારણ કે અરિહંતના બિંબની પૂજી દર્શનાદિ કરવા છતાં પણ સમ્યફવની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે ભગવાન અરિહંતના બિબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ અમને સમ્યકત્વ ઉપત્તિ થતી નથી. માટે તે સમ્યફતવનું કારણ નથી. જે છતાં જે ન થાય તે તેનું કારણ છે એમ બુદ્ધિમાન પુરુષો કહી શકે નહિ, કારણ કે કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિરૂપ અતિપ્રસંગ દષની પ્રાપ્તિ થાય. વળી કદાચ એમ કહે કે ઉપર દેશમાં-બારવાળી જમીનમાં નાખેલ બીજ જેમ શુદ્ધ ભૂમિનો અભાવ હોવાથી અંકુર ઉત્પન્ન કરતું નથી એટલા માત્રથી કંઈ બીજ અકુરેપત્તિનું કારણ નથી એમ કહેવાતું નથી, કારણ કે અન્યત્ર શુદ્ધ ભૂમિમાં નાખેલું એજ બીજ અંકુત્પત્તિનું કારણ થાય છે તેમ અભ પણ સમ્યક્ત્વરૂપ અંકુરની ઉત્પત્તિ પ્રત્યે ઉખરદેશ જેવા હોવાથી તેને લગવન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સમ્યકત્વ ઉત્પન્ન કરતા નથી, છતાં પણ ભગવાન અરિહંતની પૂજા દર્શનાદિ એ સમ્યક્ત્વની ઉત્પત્તિમાં હેતું નથી એમ નથી, કારણ કે શુલભૂમિ જેવા બીજા ભવ્ય આત્માઓમાં સમ્યફલના હેતુરૂપે ૫ણપણે જણાય છે માટે અરિહંતના બિંબની પૂજા દશનાદિ એ સમ્યવને હેતુ છે, તેમાં કાંઈ દેવ નથી એ તમારું કથન અસત્ય છે. કારણ કે કેટલાક દીર્ઘ સંસારી ભવ્ય આત્માઓને અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ સમ્યફવની ઉત્પત્તિ થતી નથી. માટે અરિહંત બિબની ‘પૂજા દશનાદિ સમ્યકત્વનું કારણ નથી. હવે બીજે પક્ષ પ્રવચનાથનું શ્રવણ એ સમ્યક્ત્વની ઉત્પત્તિમાં કારણ છે એમ કહે તે તે પણ અસત્ય છે, કારણ કે અનંતવાર પ્રવચનના -અર્થનું શ્રવણ કરવા છતાં પણ સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે- સર્વજી અનલીવાર શૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ ભગવતે જણાવ્યું છે. આ પ્રમાણે વેચકમાં
૧ અહિં સર્વછ અનેતીવાર સૈવેયકમાં ઉત્પન્ન થયા છે; એમ ભગવતે જણાવ્યું છે એ કથન રાસપણું પામ અનંતકાળ સુધી સંસારમાં રહેલા છની અપેક્ષાએ સમજવું.