________________
ટીકાનુવાદ સહિત,
ત્રણ ભેટે પરિહાવિશુદ્ધિચારિત્રને તપ કહો છે. ૧ ઉનાળામાં જઘન્ય એક, મધ્યમ છે, અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરવાના કરા છે. ૨ શિયાળામાં જઘન્ય બે, મધ્યમ ત્રણ, અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ અને ચેમાસામાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરવાના કહા છે. પારણે આ બિલ કરવાનું કહ્યું છે. અને શિક્ષાના સાત પ્રકારમાંથી પાંચ પ્રકારે શિક્ષાનું ગ્રહણ હોય છે, અને તેમાંના બે પ્રકારમાં અભિગ્રહ ધારણ કરવાનું હોય છે. તથા વાચનાચાર્ય અને પરિચાર હમેશાં આયંબિલ કરે છે. અહિં થવા જો રાહુ - સ' એ પદથી સામાન્યતઃ સાધુઓની આહારની એષણા એટલે આહાર ગ્રહણ કરવાના પ્રકાર સાત છે એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે-સંજીષ્ટ, અસં ચુર્ણ, ઉષ્કૃત, અપપિકા, અવગૃહીત, પ્રગ્રહીત, અને સાતમી ઉજિતધર્મો. એ સાત પ્રકારમાંથી પહેલા બે પ્રકારે ગચ્છનિગત સાધુને આહારનું ગ્રહણ થતું નથી, પાંચ પ્રકારે થાય છે. તે પાંચમાંથી પણ એકવડે આહાર અને એકવડે પાણી એ પ્રમાણે બેમાં અભિગ્રહ હોય છે. આ પ્રમાણે છે માસ પર્વત તપ કરીને વિવિમાનક-તપ કરનારા અનુચર થાય છે, અને અનુચર તપ કરનાર થાય છે. એટલે કે અત્યાર સુધી જે મુનિ વેયાવરચ કરતા હતા તેઓ હવે ઉપર કહ્યા પ્રમાણે તપસ્યા કરે છે, અને તપસ્યા કરનાર અનુચર થાય છે. આ અનુચર તથા વાચનાચાર્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે વળી છમાસ તપ કરીને ત્યાર પછી વાચનાચાર્ય તપસ્યા કરે છે. આમાંથી, એક વાચનાચાર્ય થાય છે, અને સાત વૈયાવચ્ચ કરનારા થાય છે. આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિક કલ્પ અઢાર માસ પ્રમાણુ કહો છે. (આ અઢાર માસમાંથી દરેકને એક વરસના આયબિલ અને છમાસ ઉપવાસને આંતરે આયંબિલ કરવાનું આવે છે.) આ પ્રમાણે અહિં સંક્ષેપમાં આ કલ્પનું વર્ણન કર્યું છે, વિશેષ વર્ણન પ્રજ્ઞાપનાદિ મેટા સૂત્રથી જાણવું. આ અઢાર માસ પ્રમાણ કપ પૂર્ણ કરીને ફરી પણ આજ પરિહારવિશુટિકલ્પને સ્વીકાર કરે, અથવા જિનકલ્પને સવીકાર કરે, અથવા ગચ્છમાં આવી શકે
જુઓ પ્રવચન સાહાર પૃ8 ૨૧૫ ગા. ૭૩૯
૧ છાશ કે થિી આદિ ચીકણા પદાર્થ વડે હાથ કે પાત્ર ખરડાયેલા હોય તે ખરડાયેલા હાથ કે પાત્રવડે જે શિક્ષા ગ્રહણ કરવી તે સસૃષ્ટ ભિક્ષા ૨. છાશ કે ઘી આદિ ચીકણા પદાર્થડે નહિ ખરડાયેલા હાથ કે પાત્ર જે ભિક્ષા ગ્રહણ કરવી તે અસંસષ્ઠ ભિક્ષા. ૩. તપેલી વિગેરે મૂળ પાત્રમાંથી થાળી વિગેરે બીજા પાત્રમાં કાઢેલું ભોજન ગ્રહણ કરવું તે ઉદ્દત ભિક્ષા. કલેપ એટલે ચીકાશ જેની અંદર નથી એવા નિરસ વાલ ચણ વિગેરેને ગ્રહણ કરવા તે અથવા જે ગ્રહણ કરતાં પશ્ચાતકર્મ આદિથી ઉત્પન્ન થયેલા કમને બંધ અ૫ થાય તે અ૫પિકા ભિક્ષા. ૫. ભજનકાળે થાળી વિગેરે પાત્રમાં કુર આદિ જે ભજન ભજન કરનારને પીરસ્યું હોય, તે પીરસેલા ભોજનમાંથી જે ગ્રહણ કરવું તે અવગૃહીતભિક્ષા. ૬ ભજનકાળે ભોજન કરવા ઇચ્છતા પુરુષને પીરસવા ઈચ્છતા કે રસોઈયા વિગેરેએ ચમચા વિગેરેથી તપેલી વિગેરે પાત્રમાથી ભેજન કાઢવું હોય પરંતુ પીરસ્યુ ન હોવ તેને જે ગ્રહણ કરવું અથવા ખાનારાએ પોતે જ પોતાના હાથ વડે પાત્રમાંથી ચમચા વિગેરેથી કાલા ભજનને જે ગ્રહણ કરવું તે પ્રચલીત ભિક્ષા૭ જે ભોજન ખરાબ આદિ હોવાને કારણે નાખી દેવા થયું હોય અને જે ભજનને બ્રાહ્મશુદિ પણ લેવા ન ઇચ્છતા હોય તે જનને અથવા અર્ધા છેડેલા ભજનને ગ્રહણ કરવું તે ઉજિજતામ્ય ભિક્ષા.