________________
પંચસ ગ્રહ–ચતુથ દ્વાર
૪૭૦
ww
ઉદય સ્વકાર્ય કરવા અસમર્થ છે માટે તે પણ વીતરાગ છદ્મસ્થ સરખા જ છે. તેથી સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે પણ માહનીય કર્મીના ઉયથી ઉત્પન્ન થયેલ અન્ય કોઈપણ પરિષા સભવતા નથી એટલે દશમા ગુણસ્થાનકે પણ ચૌદ પષિàાનું કથન વિરુદ્ધ નથી.
કહ્યું છે કે-સૂક્ષ્મસ'પરાયસહિત અરાગી છદ્મસ્થ જીવાને સભવવડે આ ચીઢ પરિષહા જાણુવા. ૨૨
હવે શેષ પરિષહે અને તે કયા કર્મના ઉદયથી થાય છે તે કહે છે.
निसेजा जायणा कासो अरइ इत्थि नग्गया । सक्का दंसणं माहा बावीसा चेव रागिसु || २३ ॥
निपद्या याचना आक्रोशः अरतिः स्त्री नग्नता । सत्कारः दर्शनं मोहात् द्वाविंशतिः चैव रागिषु ॥ २३ ॥
અથ—નિષદ્યા, યાચના, આશ, અતિ, સ્ત્રી, નગ્નતા, સત્કાર. અને દર્શન એ આઠ પરિષùા મેાહના ઉદ્દયથી થાય છે. રાગિ ગુણસ્થાનકમાં એ આવીસે પરિષ
હાય છે.
ટીકાનુ—અહિં સામર્થ્ય લક્ષ્ય પરિષદ્ધ શબ્દ દરેકની સાથે જોડવા. જેમ કે— નિષદ્યાપરિષદ્ધ ચાંચાપરિષહ ઇત્યાદિ.
તેમાં ‘નિષોવૃતિ શ્વામ્' આ વ્યુત્પત્તિના ખળથી સાધુઓ જેની અંદર સ્થાન કરે તે નિષદ્યા એટલે ઉપાશ્રય કહેવાય છે. તેમાં સ્રી, પશુ અને નપુ′સક વિનાના અને જેની અંદર પહેલાં પાતે રહ્યા નથી એવા શ્મશાન, ઉદ્યાન, દાનશાળા કે પતની ગુફા આદિમાં વસતા અને સર્વત્ર પેાતાના ઇન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકાશ વડે પરીક્ષા કરેલા પ્રદેશમાં અનેક પ્રકારના નિયમા અને ક્રિયા કરતા, સિંહ, વાઘ આદિ હિંસક પશુઓના ભયકર અવાજને સાંભળવા છતાં પણ જેને ભય ઉત્પન્ન નથી થા એવા મુનિરાજે આવી પડતા ચાર પ્રકારના ઉપસગૅટૅને સહન કરવાપૂર્વક માક્ષમાગથી ચુત ન થવું તે નિષદ્યાપષિદ્ધવિજય,
ખાદ્ય અને અભ્ય'તર તપાનુષ્ઠાનમાં પરાયણ, દીન વચન અને સુખની ગ્લાનિના –માઢા પરના શાકના પણ ત્યાગ કરીને આહાર વતિસ્થાન વસ્ત્ર પાત્ર અને ઔષધાદિ વસ્તુઓને પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે યાચના કરતા મુનિરાજે ‘સાધુને સઘળું ચાચેલું જ હાય છે ચાચ્યા વિનાનુ હતુ જ નથી ’ એ પ્રમાણે વિચાર કરી લઘુતાજન્ય અભિમાનને સહન કરવું એટલે કે મારી લઘુતા થશે એવું જરા પણ અભિમાન ઉત્પન્ન ન થવા દેવું તે ચાંચાપરિષદ્ધવિજય,