________________
૪૭ર
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર
બંધાયેલા કને યથાગ્યરીતે ઉદય થાય છે, અને તેઓને ઉદય થવાથી સાધુઓને અનેક પ્રકારના પરિષહ ઉપસ્થિત થાય છે. તેથી જે પરિષહમાં જે કમને ઉદય નિમિત્ત છે, તેઓનું તથા તેને વિજય કઈ રીતે કરવું તેનું પ્રતિપાદન કરે છે–
खुपिपासुण्हसीयाणि सेज्जा रोगी वधे मलो। तणफासो चरोया य दंसेक्कारस जोगिसु ॥१॥ क्षुत्पिपासोष्णशीतानि शय्या रोगो वधो मलः । तुणस्पर्शश्चर्या च दश एकादश योगिषु ॥ २१॥
અર્થ–સુધા, પિપાસા, ઉષ્ણ, શીત, શય્યા, રોગ, વધ, મળ, તૃણસ્પર્શ, ચર્યા, અને દંશ એ અગીઆર પરિષહ સગિ કેવળિ ગુણસ્થાને હોય છે.
ટીકાનુ—અહિં ગાથામાં પરિષહ શબ્દ લખે નથી છતા તેનું પ્રકરણ હેવાથી અર્થાત્ પ્રાપ્ત થાય છે. તે શબ્દ ગાથામાના દરેક પદ સાથે જોડ. તે આ પ્રમાણે – સુત્પરિષહ, પિપાસાપરિષહ, ઉષ્ણુપરિષહ, શીતપરિષહ, શય્યાપરિષહ, રોગપરિષહ, વધપરિષહ, મળપરિષહ, તૃણસ્પર્શ પરિષહ, ચર્યાપરિષહ, અને દેશપરિષહ.
કર્મના ઉદયથી આવા આવા પરિષહ જ્યારે પ્રાપ્ત થાય થાય, ત્યારે મુનિઓએ પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે સમભાવે સહન કરી તેના પર જય મેળવવું જોઈએ. તેને વિજય આ પ્રમાણે કર
નિર્દોષ આહારની ગવેષણા કરતા, પરંતુ તેવા પ્રકારને નિર્દોષ આહાર નહિ મળવાવડે અથવા અ૫ મળવાવડે જેમની સુધાની શાંતિ થઈ નથી, અવસર વિના ગોચરી જવા પ્રત્યે જેમની ઈચ્છા વિરામ પામી છે, આવશ્યક ક્રિયામાં જરાપણ સ્મલના થાય તેને જેઓ સહન કરતા નથી, સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનામાં જેમનું ચિત્ત મગ્ન થયેલું છે, અને પ્રબળ સુધાજન્ય પીડા ઉત્પન્ન થવા છતાં પણ અનેક- ણીય આહારને જેઓએ ત્યાગ કર્યો છે, એવા મુનિરાજે જરા પણ ગ્લાનિ વિના મુખથી ઉત્પન્ન થયેલ પીડા સમભાવે સહન કરવી તે સુત્પરિષહવિજય.
એ પ્રમાણે પિપાસા પરિષહના વિજય માટે પણ સમજવું.
અત્યંત ઉગ્ર સૂર્યના કિરણના તાપવડે સૂકાઈ જવાથી જેનાં પાંદડાં ખરી પડેલ છે અને તેથીજ જેની છાયા દૂર થઈ છે એવા વૃક્ષવાળી અટવીમાં, અથવા અન્યત્ર કે
જ્યાં ઉગ્ર તાપ લાગે ત્યાં જતા કે રહેતા, તથા અનશનાદિ તપવિશેષવડે જેઓને પિટમાં અત્યંત દાહ ઉત્પન્ન થયેલ છે, તેમજ અત્યંત ઉષ્ણુ અને કઠોર વાયુના સબંધથી જેઓને તાળવું અને ગળામાં શેષ પડેલ છે, તેવા મુનિરાજે જીવેને પીડા ને થાય એ ઇચ્છાથી કાચા પાણીમાં અવગાહ–નહાવા માટે પડવાની કે કાચા પાણીથી