________________
પંચસંગ્રહ-તૃતીયદ્વાર પ્રશ્નોત્તરી
પ્રિ-૧ “પ્રકૃતિ” શબ્દનો શું અર્થ છે? ઉ. અહિં ભાષ્યકારને અનુસારે “ભેદ' નવતત્વમાં “સ્વભાવ' અને પંચસંગ્રહ બંધનકરણ
ગ. ૪૦ માં “સ્થિતિ આદિ ત્રણને સમુદાય” એમ પ્રકૃતિ શબ્દના ત્રણ અર્થ છે. પ્ર-૨ નામકમની પ્રકૃતિની સંખ્યા કેટલી રીતે છે? તેમજ કઈ કઈ સ ખ્યા કયાં કયાં
ઉપગી છે? ઉ. નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા ૪૨, ૬૭, ૯૩ અને ૧૦૩ એમ ચાર પ્રકારે જણાવેલ
છે. તેમાં ૪૨ માત્ર મૂળ ભેદ અથવા દલિક વહેચણીમાં ૬૭-બંધ-ઉદ-ઉકીરણામાં
અને ૯૩ અથવા ૧૦૩ની સંખ્યા સત્તામાં ઉપયોગી છે. પ્ર-૩ એવી કઈ પ્રકૃતિએ છે કે જે બંધ વિના પણ ઉદય-ઉદીરણા અને સત્તામાં હેય? ઉ૦ સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મેહનીય. પ્ર-૪ જેની એક પણ ઉત્તરપ્રકૃતિ સર્વઘાતી નથી એવું કયુ ઘાતી કર્યું છે?
ઉ૦ અંતરાય કર્મ. પ્ર-૫ પિતાથી બળવાન એવા પણ અન્ય પુરુષોને ભય લાગે છે ત્યાં ભય પામનાર અને ભય
પમાડનારને કયા કર્મને ઉદય કહેવાય? ઉ૦ ભય પામનારને ભય મેહનીય અને ભય પમાડનારને પરાઘાત નામકર્મને ઉદય કહેવાય. પ્ર-૬ ક્યા કર્મના ઉદયથી છને અંગ આદિ અવયવો પિતાપિતાની જાતિને અનુસાર
ચોગ્ય સ્થાને ગોઠવાય? ઉ, નિર્માણ નામકમના ઉદયથી. પ્ર-૭ નીચેના વિષયમાં કયા કમને ઉદય હોય?
(૧) બહેરાશ (ર) સાંસારિક પણ મેળવવાની ઈચ્છા (૩) પિતાનું શરીર પિતાને ભારે કે હલકું ન લાગે પણ બરાબર=સમતેલ લાગે. (૪) જાતે જ ફાંસે ખાવા આદિથી મરે. (૫) શરીરની અંદર રુધિર આદિતુ કુરણ, (૬) જેવા માત્રથી પણ જે લોકોના સત્કાર-સન્માનાદિ પામે. (૭) મેદક આદિ મળવા છતાં અને ઈચ્છા હોવા છતાં પોતે ખાઇ ન શકે.