________________
૩૨૯
* ટીકાનુવાદ સહિત
શરીરાકાર જણાય છે. જેમ દેવદત્ત નામના કે પુરૂષનું શરીર અખંડ એક સ્વરૂપવાળું જણાય છે. તેમ, મૂળ-આદિ સઘળા પણ અખંડ એક એક સ્વરૂપે જણાય છે. માટે કેક વૃક્ષાદિ તે વૃક્ષો અખંડ એક શરીરવાળા છે, અને અસંખ્ય જીવાળા છે, એટલે તે કે વગેરેનું શરીર એક છે, અને તેમાં જીવ અસંખ્ય છે. તાત્પર્ય એ કે એક શરીરમાં અસંખ્ય જ હોય છે, એક નહિ. આ પ્રમાણે હોવાથી તે પ્રત્યેક શરીરી કેમ કહી શકાય? કેમકે એક શરીરમાં એક જીવ નથી પરંતુ એક શરીરમાં અસંખ્યાતા છ છે.
ઉત્તર–મૂળ કદ આદિ સઘળા પ્રત્યેક શરીરી જ છે, કારણ કે મૂળ આદિમાં જે અસંખ્ય છો શામાં કહ્યા છે, તે સઘળાના શરી ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન-જયારે મૂલાદિ સઘળા ભિન્ન ભિન્ન શરીરવાળા છે ત્યારે તેઓ એકાકાર કેમ
ઉત્તર–શલેવદ્રવ્ય-જેડનાર દ્રવ્યથી મિશ્રિત એકાકાર થયેલ સરસવની વાટની જેમ કોઈ એવા જ પ્રકારના પ્રબળ રાગ-દ્વેષરૂપ હેતુ વડે બાંધેલા તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદગલેના ઉદયથી તે સઘળા છનું શરીર ભિન્ન ભિન્ન હોય છે છતાં પરસપર વિમિત્રએકાકાર શરીરવાળા થાય છે. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે–કલેષ દ્રવ્યથી મિશ્ર થયેલા ઘણા સરસવની બનાવેલી વાટ જેમ એકાકાર જણાય છે તેમ પ્રત્યેક શરીરી ના શરી
ને સંઘાત એકાકાર જણાય છે. અથવા ઘણા તલમાં તેને મિશ્ર કરનાર ગાળ વિવારે નાખી તેની તલપાપડી કરવામાં આવે તે જેમ એકાકાર-દરેક તલ તેમાં ભિન્ન હોવા છતાં એક પિંડરૂપ જણાય છે તેમ વિચિત્ર પ્રત્યેક નામકમના ઉદયથી મૂળ આદિ દરેકને ભિન્ન ભિન્ન શરીર હોવા છતાં એકાકાર જણાય છે. તેમાંની બંને ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે-જેમ કોઈ સંજક દ્રવ્યથી ઘણા સરસેની વાળેલી વર્તિ-વાટ, અથવા સંયોજક દ્રવ્યથી ઘણા તલવડે વિમિત્ર થયેલી જેમ તલપાપડી થાય છે તેમ પ્રત્યેક શરીરી જીનાં શરીરસંઘાત-શરીરના પિત થાય છે.
તાત્પર્યાથે આ પ્રમાણે –જેમ તે વતિ-વાટમાં સઘળા સરસ પરસ્પર ભિન્ન છે, એકાકાર નથી. કેમકે તેઓ સઘળા આપણને ભિન્ન ભિન્ન જણાય છે, એકાકાર જણાતાજ નથી. અહિં ઘણા સરસ ગ્રહણ કરવાનું એજ કારણ છે કે તેઓ પરસ્પર એકાકાર નથી એમ રપષ્ટપણે જણાય. એ પ્રમાણે વૃક્ષાદિમાં પણ મૂળ આદિ દરેક અવયવોમાં અસંખ્યાતા છ હાથ છે છતાં તે સઘળા પરસ્પર ભિન્ન ભિન્ન શરીરવાળા છે. અસંખ્યાતા જીવ વચ્ચે એક શરીરવાળા છે એમ નથી અને જેમ તે સરસ સંચાજિક દ્રવ્યના સંબંધના મહાભ્યથી પરપર મિશ થયેલા છે, તેમ મૂળ આદિમાં રહેલા પ્રત્યેક શરીરી છે પણ તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના ઉદયથી પરસ્પર સંહત-એકાકારરૂપે થયેલા છે.
જે કર્મના ઉદયથી અનંત છ વચ્ચે એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ. પ્રશ્ન–અનંત છ વચ્ચે એક શરીર કેમ ઉત્પન્ન થાય? ન થવું જોઈએ. કારણ કેજે જીવ પહેલે ઉત્પન્ન થયે તેણે તે શરીર બનાવ્યું, અને તેની સાથે પરસ્પર જોડાવા વડે