________________
ટીકાનુવાદ સહિત
૩૫ જે કર્મના ઉદયથી ગધેડું, ઉંટ, પાડો અને કાગડાના જેવી અશ્વગતિ પ્રાપ્ત થાય તે અશુવિહાગતિ નામકર્મ. ૬
આ પ્રમાણે ચૌદ ડિપ્રકૃતિનું સ્વરૂવ કર્યું. જેના અવાંતર ભેદ થઈ શકતા હોય તેનું નામ પિંઠપ્રકૃતિ. આ ચૌદ પિંડ પ્રકૃતિના અવાંતર પાંસઠ ભેદો થાય છે.
હવે પ્રત્યેક પ્રકૃતિએ કહે છે, તેના બે ભેદ છે, ૧ સપ્રતિપક્ષ, ૨ અપ્રતિપક્ષ. * જેની વિધિની પ્રકૃતિએ હેય પરંતુ અવાંતર લે થઈ શકતા ન હેય તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમકે–રસ, થાવર વિગેરે.
જેની વિધિની પ્રકૃતિએ ન હોય તેમ અવાંતર ભેદ પણ ન થઈ શકતા તે હોય તે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમ કે અગુરુલઘુ આદિ. તેમાં અલ્પ વક્તવ્ય હોવાથી પહેલાં અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિનું સ્વરૂપ કહે છે.
अगुरुलघु उवघायं परघाउस्सासआयवुज्जोयं ।। निम्माणतित्थनामं च चोइस अड पिंडपत्तेया ॥७॥
अगुरुलघूपधात पराघातोच्छ्वासातपोद्योतम् ।
निर्माण तीर्थनाम च चतुर्दशष्टौ पिण्डाः प्रत्येकाः ॥७॥ અથ—અગુરુલઘુ, ઉપઘાત, પશઘાત, ઉચ્છવાસ, તપ, ઉત, નિર્માણ. અને તીર્થ કરનામ એ આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે, અને પૂર્વ ગાથામાં કહેલ ચૌદ પિડપ્રકૃતિઓ છે.
ટીકાનુજે કમના ઉદયથી એનું શરીર ને ભારે ન લઘુ કે ન ગુરુલઘુ થાય પરંતુ અગુરુલઘુ પરિણામ પરિણત થાય તે અગુરુલઘુનામકર્મ.
જે કમના ઉદયથી શરીરની અંદર વધેલા પ્રતિજિહા-જીભ ઉપ૨ થયેલી બીજી જીભ. ગલવૃદલક-રસોળી, અને ચેતનાતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત એ આદિ પિતાનાજ અવયવડે હણાય-દુખી થાય અથવા પોતે કરેલ ઉધન-ઝાડ ઉપર ઉધે માથે લટકવું, ભરવપ્રપાત-પર્વત ઉપરથી ઝપાપાત કર એ આદિવડે હણાય તે ઉપઘાત નામકર્મ
૧ અણુવલણુ નાકને સંપૂર્ણ શરીરાશ્રિત વિપાક છે. તેના ઉદયથી સંપૂર્ણ શરીર લેઢાના ગાળા જેવું ભારે નહિ, રૂ જેવું હલકું નહિ, અગર શરીરને અમુક ભાગ ગુરુ કે અમુક ભાગ લઘુ એમ પણ નહિ પરંતુ નહિ ભાર નહિ હળવું એવા અચુરલg પરિણામવાળું થાય છે સ્પશનામકમમાં ગુરુ અને વધુ એ બે સ્પર્શ કહ્યા છે. પરંતુ તેઓ શરીરના અમુક અમુક અવયવમાંજ પિતાની શક્તિ બતાવે છે. જેમ તે હાડકાં વિગેરેમાં ગુટતા, વાળ વિગેરેમાં વધુતા થાય છે તે બેને વિપાક આખા શરીરાશ્રિત નથી એ તફાવત છે. - ૨ કહેવાયેલ સ્વરૂપવાળા અગે અને ઉપાગે જે કમના ઉદયથી બીજા વડે હણાય તે ઉમઘાત નામક, આ પ્રમાણે તરવાર્થવૃત્તિમાં કહેલ છે, જયારે તત્વાર્થ ભાષ્યમાં પોતાનાં પરાક્રમ તથા વિજય