________________
પચસંગ્રહ-સ્વતીયદ્વાર અચક્ષુદશનાવરણયમાં સ્પર્શનાદિ ચાર ઈન્ડિયાવરણ અને મનનેઈન્દ્રિયાવરણ એમ પાંચ આવરણને સમાવેશ થાય છે.
ઈન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન અને તેને આવરનારૂં જે કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ,
રૂપિ અરૂપિ દરેક પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન, અને તેને આવરનારું છે કર્મ તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
તેજ દર્શનાવરણીયતુ ચતુષ્ક નિદ્રા પ્રચલા સાથે ગણતાં છ ભેદે થાય છે. નિદ્રા એ સર્વ ઘાતિની પ્રકૃતિ છે. આમાની ચિતન્યશક્તિને દબાવી શરીર ઉપર પણ અસર કરે છે કે જેને લઈ આંખોનું ઘેરાવું, રોલાં આવવા, શરીર ભારે થવું, ઈત્યાદિ ચિહે થાય છે.
હવે નિદ્રાને શબ્દાર્થ કહે છે-જે અવસ્થામાં ચિતન્ય અવશ્ય અસ્પષ્ટ થાય તે નિદ્રા કહેવાય. જ્યારે નિદ્રા આવે છે ત્યારે કેઈપણ ઈન્દ્રિયના વિષયનું કે અન્ય કેઈપણ પ્રકારનું જ્ઞાન થતું નથી. તે નિદ્રાના તીવ્ર મંદાદિ ભેટે પાંચ પ્રકાર થાય છે. તે આ પ્રમાણે-નિદ્રા, નિદ્રનિદ્રા,અચલા, પ્રચલાપ્રચલા, અને શિશુદ્ધિ
તેમાં એવા પ્રકારની મન્દ નિદ્રા આવે કે જેની અંદર નખટ્ટેટિકા-ચપટી વગાડવી, એકાદ શદ કર એ આદિ દ્વારા સુખપૂર્વક જાગ્રત થાય તે નિદ્રા. એવા પ્રકારની નિદ્રા ઉંઘ આવવામાં હેતુભૂત જે કર્યું તે પણ કારણમાં કાર્યને આરેપ કરી નિદ્રા કહેવાય છે, નિદ્રા દર્શનાવરણીયકર્મ એ ઉંઘ આવવામાં કારણ છે, અને ઉંઘ એ કાર્ય છે.
જે નિદ્રાવસ્થામાં બેઠેલો અથવા ઉભે રહેલો ડોલાં ખાધા કરે, એટલે કે જેની અંદર બેઠા બેઠાં કે ઉભાં ઊભાં ઉંઘ આવે તે પ્રચલા. એવા પ્રકારના વિપાકને અનુભવ કરાવનારી કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે.
થીણુદ્ધિ ત્રિકની અપેક્ષાએ આ બે નિદ્રાઓ મંદ છે. દર્શનાવરણીય ષક જયાં ગ્રહણ કરવામાં આવે ત્યાં દરેક સ્થળે ઉપરોક્ત છ પ્રકૃતિએ ગ્રહણ કરવી.
આ દર્શનાવરણ ષકને બેવાર બેલાયેલ નિદ્રા અને પ્રચલા એટલે નિદ્રાનિદ્રા અને પ્રચલાપ્રચલા તથા થીણદ્ધિ સાથે ગણતાં દર્શનાવરણીય નવ પ્રકારે થાય છે.
તેમાં નિદ્રાથી ચડીયાતી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા. તેની અંદર ચૈતન્ય અત્યંત અકુટ થયેલું હોવાથી ઘણું ઢઢળવું, ઘણા સાદ પાડવા ઈત્યાદિ પ્રકારે વડે પ્રધ થાય છે. આ હેતુથી સુખપૂર્વક પ્રધ થવામાં હેતુભૂત નિદ્રા કર્મપ્રકૃતિની અપેક્ષાએ આ નિદ્રાનું ચડીયાતાપણું છે. તાત્પર્ય એ કે જેના ઉદયથી એવી ગાઢ ઉંઘ આવે કે ઘણા સાદ પાડવાથી કે ઘણું ઢઢળવાથી દુખપૂર્વક જાગ્રત થવાય તે નિદ્રાનિદ્રા કહેવાય છે. એવા પ્રકારની નિદ્રામાં હેતુભૂત કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે.
પ્રચલાથી ચડીયાતી જે નિદ્રા ત પ્રચલપ્રથલા. આ નિદ્રા ચાલતાં ચાલતાં પણ પ્રાપ્ત