________________
સારગ્રહ
૨૬૩
ગણાય અને તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક કાળ કરીને પોતાના આયુષ્ય સમાન આયુષ્યવાળા અગર તેથી ન્યૂન આયુષ્યવાળા દેવમાં જ જાય છે, પરંતુ પિતાના આયુષ્યથી. અધિક આયુષ્યવાળા દેવામાં જતા નથી. દેવો કાળ કરી સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં જ જાય છે, પણ યુગલિકમાં જતા નથી.
નપુસકવેદની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ કાળથી અતી ઉત્સર્પિણી–અવસર્પિણી અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુગલ પરાવર્તનની છે.
આ નપુસકવેદની વકાયસ્થિતિ સાંવ્યવહારિક જીની અપેક્ષાએ છે. અસાંવ્યવહારિક છ આશ્રયી કેટલાકની અનાદિ અનંત અને કેટલાકની અનાદિસાન હોય છે.
અનાદિ સૂમ નિગદમાંથી જે છ હજુ બહાર આવ્યા જ નથી તે અસાંવ્યહારિક અને જે જ અનાદિ સૂકમ નિગદમાંથી નીકળી પૃથ્વીકાયાદિ અન્ય સ્થાનેમાં ઉત્પન્ન થયા હોય તે ફરીથી સૂક્ષમનિગદમાં જાય તે પણ સાંવ્યવહારિક જીવો કહેવાય છે.
સાંવ્યવહારિક જીવરાશિમાથી જ્યારે જેટલા છ મેક્ષમાં જાય ત્યારે ત્યારે તેટલા જ અસાંવ્યવહારિક રાશિમાથી સાંવ્યવહારિક રાશિમાં આવે છે.
સામાન્યથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, પર્યાપ્ત બાહર અષ્કાય, પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય એ દરેકની જુદી જુદી સવકાયસ્થિતિ ઉત્કથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ અને પર્યાપ્ત બાદર તેઉકાયની સંખ્યાતા રાત્રિ-દિવસ પ્રમાણ છે અને જઘન્યથી દરેકની અંતમુહૂર પ્રમાણ છે.
સામાન્યથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિય એ ત્રણેની જુદી જુદી ઉત્કૃષ્ટ સ્વાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ, પર્યાપ્ત બેઈન્દ્રિયની સંખ્યાતા વર્ષ, પર્યાપ્ત તેઈન્દ્રિયની સંખ્યાતા દિવસ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયની સંખ્યાતા માસ પ્રમાણ છે. આ દરેકની જઘન્ય રૂકાયસ્થિતિ અંતમુહૂર પ્રમાણ છે.
સવ અપર્યાપ્ત, પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયાદિ ચાર તથા પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમબાદર સાધારણ વનસ્પતિકાય એ દરેકની અલગ અલગ કાયસ્થિતિ જઘન્યથી અને ઉત્ક્રાથી એમ બન્ને રીતે અંતમુહૂર્ત પ્રમાણ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અતિમુહુ મોટું સમજવું.
સામાન્યથી સવ બાદરની તેમજ સર્વ બાદર વનરપતિકાયની કાયરિથતિ ઉદ્ભથી અસંખ્યાતી ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશ પ્રદેશ તુલ્ય સમય પ્રમાણ અને જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ છે.
આહારપણાની નિરંતર પ્રાપ્તિ જઘન્યથી વિગ્રહગતિ સંબધી અણહારીપણાના બે સમય જૂન ક્ષુલ્લકભવ પ્રમાણ છે, કવચિત ત્રણ સમય ન્યૂન સુલકભવ પ્રમાણ પણ હોય પણ તેની અહિ અવિવફા લાગે છે, તેમજ ઉત્કૃષ્ટથી કાળથકી અસંખ્યાતી ઉત્સપિણ-અવસર્પિણ અને ક્ષત્રિથી અંગુલનાં અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. વળી પરભવમાં જતાં ઋજ. શ્રેણિની નિરતર પ્રાપ્તિ પણ ઉત્કૃષ્ટથી તેટલા જ કાળ સુધી હોય છે.