________________
પચસહ-દ્વિતીયકાર એકેન્દ્રિયની કાયસ્થિતિ અનતા હજાર સાગરોપમ એટલે કે અતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! એકેન્દ્રિયે એકેન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ હાયર હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત હાય, ઉરથી અનંત ઉસપિણી અવસર્પિણી પ્રમાણ અનતકાળ હોય, ક્ષેત્રથી અનંત લેક પ્રમાણ, આલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા સમય પ્રમાણ અસંખ્યાતા ક્ષેત્ર પુદગલ પાવન જેટલી હોય છે?
અનતા હજાર સાગરેપમ પ્રમાણ એકદિની આ કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ જાણવી, શેષ પૃથ્વીકાયાદિની અપેક્ષાએ નહિ. કારણ કે વનસ્પતિ સિવાય પૃથ્વીકાયાદિ સઘળાની કાયથિતિ અસંખ્ય કાળ પ્રમાણ જ છે.
પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે હે પ્રભો ! પૃથ્વીકાય જીવને પૃથ્વીકાયાપણામાં કેટલે કાળ જાય? હે ગૌતમ! કાળ આશ્રયિ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપિણ અવસપિણી પ્રમાણ અસંખ્યાતે કાળ જાય. ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ કાળ જાય એ પ્રમાણે અષ્કાય, તેઉકાય અને વાઉકાય માટે પણ સમજવું
હે પ્રભો! વનસ્પતિકાયને વનસ્પતિકાયપણામાં કાળ આશ્રચિ કેટલે કાળ જાય છે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી અનલ ઉત્સપિણું અવસર્પિણરૂપ અનતે કાળ જાય, ક્ષેત્રથી અનંત કાકાશ પ્રદેશ પ્રમાણ અથવા અસંખ્યાતા ક્ષેત્ર પુદગલ પરાવર્તન પ્રમાણુ કાળ જાય, અહિં અસંખ્યાતુ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ લેવાનું છે.
અહિં સૂત્રના પાઠમાં જે ક્ષેત્રથી અસંખ્યાતા લેક કહેલા છે, તેને અર્થ આ પ્રમાણે -અસંસ્થાના કાકાશમાં રહેલા પ્રદેશમાંથી એક એક સમયે એક એક આકાશપ્રૉશને અપહાર કરતાં જેટલી અસંખ્યાતી ઉપિપણી અવસપિણી થાય, તેટલી ઉત્સર્પિણી આવસર્પિણી કાળ પૃથ્વીકાયરૂપે રહે છે.
આ જ પ્રમાણે વનસ્પતિકાયની કાયસ્થિતિને વિચાર કરતાં ક્ષેત્રથી જે અનલોક કલ્લા છે, તે સંબંધમાં પણ સમજવું. એટલે કે અનંતકાકાશમાં રહેલા આકાશપ્રદેશોમાંથી. સમયે સમયે એક એકને અપહાર કરતાં જેટલી અનત ઉત્સપિણી અવસર્પિણી કાળ જાય, તેટલી ઉત્સપિણી અવસર્પિણી પ્રમાણ કાળ વનપતિકાયને વનસ્પતિકાયરૂપે રહેવાને સમજવે.
તથા વારંવાર ત્રસકાથ-બેઈન્ડિયાદરૂપે ઉત્પન્ન થતા ત્રસની કાયસ્થિતિ બે હજાર સાગરોપમ પ્રમાણ છે. માત્ર કેટલાક વર્ષ વધારે સમજવા.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-હે પ્રભે! ત્રસકાય છ ત્રસકાયપણે કેટલે કાળ હોય? ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમ હોય
તથા પંચેન્દ્રિયજીની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કેટલાક વર્ષ અધિક એક હજાર સાગરોપમ પ્રમાણે છે. '