________________
પ્રેરકશ્રી ચકવિજયજી મહારાજ સાહેબની
ટુંક જીવનરેખા
મહેસાણા પાસે આવેલ સાલડી ગામ નિવાસી શ્રીયુત મણલાલભાઈના બાબુલાલ, ઉ રમણિકલાલ નામે સુપુત્ર હતા. બાબુભાઈ લધુવયમા પ, પૂ આ. શ્રી વિજયભક્તિસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. પં. શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના આગમનથી અને વૈરાગ્યમય સદુપદેશથી સંસાર પ્રત્યે વિરક્તભાવવાળા બન્યા. તેમને સંસારના ક્ષણિક સુખે દુઃખરૂપે દેખાવા લાગ્યાં. તેથી પારગેશ્વરી પ્રત્રજ્યા અંગીકાર કરવાની તમન્ના જાગી અને એ વાત પોતાના કુટુંબીજનેને જણાવતાં તેઓએ પણ બાબુભાઈની સયમ પ્રત્યેની ઉત્સુકતા અને અવિહડ વૈરાગ્યમય દઢ ભાવના જોઈને તે ભાગમાં જવા માટે સહર્ષ ૨જા આપી અને સમી મુકામે બિરાજમાન અને મહાપુરુષને સાલડી, ગામે પધારી પિતાના સુપુત્રને દીક્ષા આપવા વિનંતિ કરી. તે વિનતિને સ્વીકાર કરી પ. પૂર આચાર્ય મ. સાહેબ પિતાના વિશાળ પરિવાર સાથે સમીથી વિહાર કરી વિ. સં. ૨૦૦૩ના વૈશાખ સુદિ ૧ના દિવસે સાલડી ગામે પધાર્યા અને મહેસૂવપૂવક સંયમાભિલાષી બાબુભાઈને વૈ. સુ. ૧૦ના દિવસે દીક્ષા આપી, ૫, પૂ૫, શ્રી કનકવિજયજી મ. સાહેબના શિષ્ય સુચકવિજયજી તરીકે જાહેર કર્યા.
મુનિરાજશ્રી સુચકવિજ્યજી મહારાજ સાહેબે ગુરુની નિશ્રામાં રહીને આજ સુધીના પાતાના ર૪ વર્ષના દીક્ષા પર્યાયમાં કર્મગ્રન્થ, પંચસંગ્રહ, કમ્મપયટી આદિ અનેક પ્રકરછે, કેટલાય આગમ ગ્રન્થાનું અને સંસ્કૃત-પ્રાકૃત વિગેરેનું આત્મસ્પણી અંદર અર્થચન કર્યું અને સાથોસાથ ગુરુ મહારાજના જીવનપથત તેમની સાથે જ રહી તેઓશ્રીની દરેક પ્રકારની વૈયાવચમાં તત્પર રહ્યા અને મુંબઈમાં ગુરુ મહારાજના સ્વર્ગવાસ થયા બાદ ૫. પૂ. આ. વિજયમસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં જ લગભગ ૪ વર્ષ સુધી મુંબઇમાં જુદા જુદા સ્થળે રહી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા તેમ જ સંવત ૨૦૧૪ ના મહા વદ ૬ના દિવસે તખતગઢ નિવાસી ભભૂતમલભાઈએ પૂજ્યશ્રાની પાસે ઢીક્ષા સ્વીકારી, પૂ. મુનિરાજશ્રી સુચકવિજયજી મહારાજ સાહેબના શિષ્ય વિજ્યજી તરીકે જાહેર થયા
આજે પણ અપ્રમત્તભાવે રત્નત્રયીની સુંદર આરાધના કરી ઉચકેટિ ચારિત્રજીવન જીવી રહ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થના પ્રેરક મુનિભગવંત શ્રી સુચકવિજયજી મહારાજ સાહેબને અમારા ટિકિટિ વંદન.