________________
૧૪૨
પાચસંહ-દ્વિતીયહાર
આ પ્રમાણે જ પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સંબંધમાં પણ સમજી લેવું.
આ રીતે જોતાં જે કે આ ત્રણેનું સરખાષાશું જણાય છે, તે પણ અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી ત્રણેનું પરસ્પર આ પ્રમાણે અપમહત્વ સમજવું પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે ચેડા છે, તેનાથી પર્યાપ્ત બાહર પૃથ્વીકાય અસંખ્યાતગુણ છે, તેનાથી બાદર પર્યાપ્ત અષ્કાય અસંખ્યાતગુણા છે. ૧૦
आवलिवग्गो ऊणावलीए गुणिओ हु. बायरा तेऊ । वाऊ य लोगसंखं सेसतिगमसंखिया लोगा ॥११॥
आवलिकावर्गऊनावलिकया गुणितो हु बादरस्तेजः।
वायवश्च लोकसंख्याः शेषत्रिकमसंख्या लोकाः ॥११॥ અર્થ–આલિકાના વર્ગને કઈક ન્યૂન આવલિકાના સમયવડે ગુણતાં જે આવે તેટલા બાદર તેઉકાયના જીવે છે. લાકના સંખ્યામાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા બાદ વાયુકાયના જીવે છે. અને શેષ ત્રણ અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ છે.
ટીકાનુ–આવલિકાના વર્ગને કઈક ન્યૂન આવલિકાના સમયવડે ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદર પથપ્ત તેઉકાયના જીવે છે.
આવલિકાના અસંખ્યાતા સમયે છે, છતાં અસકલપનાએ તેના દશ સમય કપી તેને વર્ગ કર. તેટલાને તેટલાએ ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એટલે દેશને દશે ગુણતાં સે થાય. તેને કેટલાક એાછા આવલિકાના સમયવડે ગુણવા. અહિં કેટલાક ઓછામાં બે સમય લઈ આવલિકાના કુલ દશ સમયમાંથી તે બે ઓછા કરી આઠ સમયવડે ગુણતાં આઠસો થાય. તેટલા ભાદર તેઉકાયના જીવે છે.
વાસ્તવિકરીતે આવલિકાના સમયે ચોથા અસંખ્યાતા જેટલા હવાથી ચાથા અસંખ્યાતાની સંખ્યાને તેજ સંખ્યાએ ગુણતાં જે આવે તેને કઈક ઓછી થા અસંખ્યાતાની સંખ્યાએ ગુણાકાર કરો. ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદ તે કાયના જીવે છે.
૧ પ્રત્યેક વનસ્પતિકાયના જ અલ્પ છે, અને પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. તેનું કારણ વનસ્પતિકાયથી પૃથ્વીકાયનું શરીર સૂક્ષ્મ છે, અને ઉત્પત્તિસ્થાનનું ક્ષેત્ર વિશાળ છે. વનસ્પતિકાય માત્ર રતનપ્રભાના ઉપરના તવમાં રહેલ પૃથ્વી નદી સમુદ્ર અને ઉપવન આદિમાં ઉત્પન્ન થાય છે, અને પૃથ્વી કાય તે નારકીઓના અસંખ્ય પેજન પ્રમાણે લાંબા પહોળા પૃથ્વીપિંડ, દેવકનાં મોટા મેટા વિમાન વિગેરે સ્થળે ઉત્પન્ન થાય છે. તેનાથી અપકાયનું શરીર સક્ષમ અને તેનું ઉત્પત્તિસ્થાન વિશાળ હોવાથી તે પૃથ્વીથી પણ અસંખ્યાત ગુણ છે. તેઓ અસંખ્યાતા સમુદ્રો કહે, અને ઘાદાધિના પિંડમાં ઉત્પન્ન થાય છે. સૌથી ભાદર પર્યાપ્ત તેઉકાય અલ્પ હેવાનું કારણ તેને સદભાવ માત્ર અઢીદ્વિપમાં જ છે. અને સૌથી વાઉકાય વધારે હોવાનું કારણ ક્ષેત્રની વિપુલતા છે. લેકના સઘળા પિલાણના ભાગમાં વાયુકાયના જીવો છે.