________________
૧૩૬
પંચમહ-દ્વિતીયકાર
તેને વિશેષ વિચાર આ પ્રમાણે છે–જેટલા ગુણસ્થાનકે વિકલ્પ હોય છે, કે જેના એક અનેકના ભેદની સંખ્યા જાણવા ઈચ્છીએ છીએ, તેટલા અસત કલપનાએ બિંદુએ, મૂકવા. અહિં બીજું, ત્રીજુ, આઠમાંથી બાર સુધીના પાંચ, અને ચૌદમું કુલ આઠ ગુણસ્થાનકે વિકલ્પ હોય છે, માટે આઠ બિંદુઓ સ્થાપવા, અને તે દરેક બિંદુની નીચે બેને આંક મૂક. તે આ પ્રમાણે– ૨ ૮ ૨૬ ૮૦ ૨૪ર ૭૨૮ ૨૧૮૬ ૬૫૬૦ તેમાં એક એક પદના બે ભાંગા થાય છે. તે આ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પ્રમાણે-એક, અને અનેક, તે બે ભાંગા પિલા ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ બિંદુ ઉપર મૂકવા,
બે પદના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-ઉપર કહ્યું છે કે જે પદની સંગ સંસ્થા કાઢવા ઈછયું હોય, તેના પહેલાંના પદની જે ભગ સંખ્યા હોય તેની સાથે ગુણવા, તેમ બે મેળવવા, અને જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી, એટલે કુલ ભાંગ થાય. અહિં બે પદની સંગ સંખ્યા કાઢવી છે, માટે તેની પૂર્વના એક પદના બે ભાગ થતા હોવાથી તે બે સાથે બેને ગુણાકાર કરવા એટલે થાર થાય, તેમાં બે મેળવવા, અને બેની સાથે ગુણાકાર કર્યો છે માટે તે સંખ્યા મેળવવી એટલે બે પદના આઠ ભાંગા થાય એ આઠ ભંગ બીજા બિંદુ ઉપર મૂકવા.
પ્રશ્ન-બે પદના તે ચાર જ ભાંગા થાય, તે આ પ્રમાણે જ્યારે બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જી હોય ત્યારે કેઈ વખતે એક એક જીવ હેય, કેઈ વખત બીજા ઉપર એક અને ત્રીજા ઉપર અનેક હય, કેઈ વખત બીજા ઉપર અનેક અને ત્રીજા ઉપર એક હય, કેઈ વખતે બીજા અને ત્રીજા અને ઉપર અનેક હાથ આ પ્રમાણે વિચારતાં બે પાના ચાજ વિકલથી થાય છે, અધિક એક પણ થતું નથી, તે પછી કેમ કહે છે કે બે પદના આઠ ભાંગા થાય છે!
ઉત્તર-તમારી શંકા અમારા અભિપ્રાય નહિ સમજતા હોવાથી અયુક્ત છે. અમારે અભિપ્રાય આ પ્રમાણે છે.
સારવાદન અને મિશ્ર એ બને હમેશાં અવસ્થિત હોય, અને ભજના માત્ર અનેકપણાને આશ્રથિનેજ હોય તે તમારા કહેવા પ્રમાણે બે પદના ચાર લાંગા થાય. પરંતુ જયારે સાવાદન અને મિશ્ર એ સવરૂપેજ વિકલ્પ હય, જેમકે-કઈ વખતે સારવાદન હોય, કેઈ વખતે મિશ હાય, કેઈ વખતે બને છે. તેમાં કેવળ સારવાદન હેય તેના એક અનેક આશ્રયી છે, એમ મિશ્રના પણ બે, અને બંને યુગપતું હોય ત્યારે તમારા કહેવા પ્રમાણે ચાર આ પ્રમાણે બે પદના આઠ ભાંગા થાય છે.
આ પ્રમાણે ત્રણ પદના ભાંગાનો વિચાર કરીએ ત્યારે ત્રણનાં સાગના તે અ8િ ભાંગા લેવા જોઈએ, પરંતુ તેની અંતર્ગત એક એક પદના અને બબ્બે પદના પણ લેવા જોઈએ, તેથી ત્રણ પઢના છવીસ ભાંગા થાય છે.