________________
* ૨ જી અષક ધાર
चोदसविहावि जीवा विबंधगा तेसिमंतिमो भेओ। चोदसहा सव्वे हु किमाइसंताइपयनेया ॥२॥
चतुर्दशविधा अपि जीवा विवन्धकास्तेषामन्तिमो भेदः ।
चतुर्दशधा सर्वेपि हु किमादिसदादिपदज्ञेयाः ॥१॥ અર્થ ચૌદે પ્રકારના છ કર્મને બંધક છે. તેમાંને અંતિમ ભેદ ચૌદ પ્રકારે છેસઘળા જીવલે કિમ આદિ, અને સત્ આદિ પદેથી જાણવા ગ્ય છે. '
ટીકાનુ—જેનું સ્વરૂપ પહેલા દ્વારની પાંચમી ગાથાની રકામાં કહ્યું છે, તેવા અપર્યાપ્ત પર્યાપ્ત સૂકમ બાદર એકેન્દ્રિયાદિ ચૌદે પ્રકારના છ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મના બંધક-આંધનારા છે. તે ચૌદ પ્રકારના માને અંતિમ ભેદ જે પર્યાપ્ત સંપિચેન્દ્રિય છે, તે મિચ્છાણિ આદિ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકારે છે તથા પૂર્વોક્ત સૂમ શેકેન્દ્રિયદિ ચૌદે પ્રકારના છે, તેમજ ગુણસ્થાનકના લેકે મિથ્યાષ્ટિ આદિ છે “કિમ આદિ અને “સત્પદપ્રરૂપણા આદિ દ્વારે વડે યથાર્થ સ્વરૂપે સમજવા ચાય છે, તે હવે પછી સમજાવે છે. ૧
જે ક્રમથી વર્ણન કરવા પ્રતિજ્ઞા કરી હોય તે કમથી વર્ણન કરવું જોઈએ. એ ન્યાયે પહેલા કિમ' આદિ પદેવટે જીવની પ્રરૂપણા કરે છે–
कि जीवा ! उक्सममाइएहिं भावेहिं संजुयं दध्वं । कस्स! सरुवस्स पहु केणन्ति ? न केवइ कयाउ ॥२॥
. किं जीवाः १ उपशमादिमिर्भावैः संयुतं द्रव्यम् ।
कस्य ? स्वरूपस्य प्रभुः केनेति १ न केनापि कृतास्तु ॥२॥ અર્થ-જીવ એ શું છે? ઉપશમાદિ ભાવે વડે સંયુક્ત દ્રય તે છવ છે. કે પ્રભ છે? સ્વરૂપને પ્રભુ છે. કોણે બનાવ્યું છે? કોઈએ બનાવ્યા નથી.
ટકાનુ – કિમ આદિ પ્ર દ્વારા જીવના સ્વરૂપને જણાવે છે તેમાં પહેલો પ્રશ્ન પૂછે
૧ દાર એટલે જીવરપ વસ્તુને સમજવાના પ્રકાર. જીવનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે આવા આવા અનેક પ્રકારની પૂર્વાચાર્યોએ ગોઠવણ કરી છે, તેમાંથી અહિં કિમ આદિ અને સત્પમાપણા આદિ પ્રકારે વહે છવનું સ્વરૂપ સમજાવે છે.