________________
સારસ ગ્રહ
૯૫
(૫) પૂર્વ-પૂર્વને રિતિબંધ પૂર્ણ થયે છતે ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમના (અ) સંખ્યાતમાભાગે ન્યૂન-ન્યૂન કરે તેઅપૂર્વસ્થિતિબંધ.
અહિં ત્રિકાળવત્તી છવાની અપેક્ષાએ પ્રથમ સમયથી. છેલલા સમય સુધી દરેક સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયે હેય છે, અને પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે તે વિશેષ વિશેષ-અધિક હોય છે માટે અહિં તિર્યમુખી અને ઊર્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે.
વિવક્ષિત એક જ સમયવતી જીવોની વિકૃદ્ધિને વિચાર તે તિર્યમુખી વિશુદ્ધિ અને તેથી મૂળમાં બતાવ્યા મુજબ અનતભાગાદિક છ પ્રકારની વૃદ્ધિનહાનિ ઘટે છે.
પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ ઉત્તર-ઉત્તર સમયની વિશુદ્ધિને વિચાર તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ.
આ ગુણસ્થાનકે મોહનીયકર્મની એક પણ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય કે ઉપશમ કરતો નથી પરંતુ તદ્યોગ્ય લાયકાત હોવાથી આ ગુણસ્થાનકના ક્ષપક અને ઉચશમક એમ ભેદ પડે છે.
(૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક–એક સાથે પ્રવેશ કરેલા જીને કોઈ પણ વિવક્ષિત સમયે પરસ્પર જ્યાં અધ્યવસાયમાં તરતમતા ન હોય, પરંતુ એક જ પ્રકારને અધ્યવસાય હેય અને દેશમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બાદરશૂલ, સંપાય કષાયનો ઉદય જયાં હેચ તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક
આ ગુણસ્થાનકે લેભ સિવાય શેષ ચારિત્ર મેહનીયની ૨૦ પ્રકૃતિએને સંપૂર્ણ પણે ક્ષય અથવા ઉપશમ કરે છે. માટે આ ગુણસ્થાનકના લષક અને ઉપશમક એમ બે પ્રકાર છે.
(૧) સુથમ સપરાય ગુણસ્થાનકા–સૂકમ=કિષ્ટિ રૂપે કરાયેલ લેભ કષાયને જ્યાં ઉદય હોય તે સુમસંપાય ગુણસ્થાનક, આ ગુણસ્થાનકના પણ ક્ષપક અને ઉપશમક એમ બે ભેદ છે. અહિં માત્ર એક લેભને જ સંપૂર્ણપણે ક્ષય કે ઉપશમ કરે છે.
(૧૧) ઉપશાના કષાય વીતરાગ છઘ ગુણસ્થાનકા–જેણે કયા સંપૂર્ણપણે ઉપશાન્ત કર્યા છે અને જેને રાગ-દ્વેષનો અભાવ છે છતાં મોહનીય સિવાય શેષ ત્રણ ઘાતકમનો ઉદય વરે છે એવા આત્માનું જે ગુણસ્થાનક તે ઉપશાન્ત કષાય વીતરાગ છઘથ ગુણસ્થાનક.
આ ગુણસ્થાનક ઉપશમણિએ ચઢતાં જ પ્રાપ્ત થાય છે તે ઉપશમશ્રેણિનું સ્વરૂપ આ
મેહનીય કર્મને સર્વથા ઉપશમાવવા માટે ઉત્તરોત્તર વધતી જે શુદ્ધ અધ્યવસાની પારા તે ઉપશમશ્રેણિ, આ શ્રેણિને પ્રારંભક અપ્રમત્ત સંવત જ હોય છે અને અન્ય આચાવીના મતે અવિરતિ સમ્પષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત સુધીના કેઈ પણ ચાર ગુણસ્થા-નકમાંનો હોય છે.