________________
સમયસાર–કર્મ અધિકાર કંપ કઈ દ્રવ્યને (વસ્તુઓને) કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે. તેમને કર્તા છવ થાય છે,
जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा ।
ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि गाणी ।। १०१ ॥ જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણું પરિણામ છે, કરતા ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.
અર્થ –જે જ્ઞાનાવરણાદિક પુદગલાના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે.
जं भावं मुहममुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥ १०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહને કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહને વેદક બને. ૧૦૨.
અર્થ:–આત્મા જે શુભ કે અશુભ (પિતાના) ભાવને કરે છે તે ભાવને તે ખરેખર કપ્ત થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેને (તે ભાવરૂપ કર્મનો) ભક્તા થાય છે.
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दवे । । सो अण्णमसंकेतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે, અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમા દ્રવ્યને? ૧૦૩.
અર્થ –જે વસ્તુ (અર્થાત દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ