________________
સમયગાર–જીવ-અજીવ અધિકાર [ ૧૭, દુબુદ્ધિઓ બહુવિધ આવા. આમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩.
અર્થ–આત્માને નહિ જાણતા થકા પર આત્મા કહેનારા કે મૃ. મી. રાનીએ તે અથવસાનને અને કઈ કર્મને જીવ કહે છે. બીજા કોઈ આવ્યવસાનેમાં તીવ્રમંદ અનુભાગગતને જીવ માને છે અને બીજા કોઈ નોકને જીવ માને છે. અન્ય કઈ કર્મના ઉદયને જીવ માને છે. કેઈ જે તીવ્રઅંદપણારૂપ ગુણેથી હોદને પ્રાપ્ત થાય છે તે જીવ છે' એમ કર્મના અનુભાગને જીવ ઇરછે છે (માને છે ). કઈ જીવ અને કર્મ અને ભળેલાંને જ જીવ માને છે અને અન્ય કઈ કર્મના સંગથી જ જીવ માને છે. આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુબુદ્ધિઓ–મિથ્યાદષ્ટિએ પરને આત્મા કહે છે, તેમને નિશ્ચયવાદીઓએ (સત્યાર્થ વાદીઓએ) પરમાર્થવાદી (સત્યાર્થ કહેનારા) કહ્યા નથી.
एदे सव्वे भावा पोग्गलदव्यपरिणामणिप्पण्णा ।
केवलिजिणेहि भणिया कह ते जीवो त्ति बुचंति ॥४४॥ પુદૂગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુ કેવળીજિન ભાખિયા. તે જીવ કેમ કહે ભલા? ૪૪.
અથ–આ પૂર્વે કહેલા અધ્યવસાન આદિ ભાવે છે તે બધાય પુદગલ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ કેવી સર્વ જિનદેએ કહ્યું છે તેમને જીવ એમ કેમ કહી શકાય?
अट्टविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा वेति ।
जस्स फलं तं बुच्चदि दुक्खं ति विपञ्चमाणस्स ॥४५॥ રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુ:ખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.