________________
નિયમસાર–શુદ્ધોપચાગ અધિકાર [ ૩૭૩ અનુપમ, અતીન્દ્રિય, પુણ્ય પાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચિળ,નિત્ય છે. ૧૭૮.
અર્થ–(પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીંદ્રિય, અનુપમ, પુણ્યપાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે.
णवि दुक्खं णवि सुक्खं णवि पीडा व विजदे वाहा । णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिचाणं ॥१७९ ॥ જ્યાં દુખ નહિ, સુખ જ્યાં નહી, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી.
અર્થ:–જ્યાં દુ:ખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત દુખાદિરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે).
णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिहा य । ण य तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं ॥ १८० ।। નહિ ઈદ્રિ, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહી, નિદ્રા નહી, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી.
અર્થજ્યાં ઈદ્રિયે નથી, ઉપસર્ગો નથી, મેહ નથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તુષા નથી, ક્ષુધા નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત ઇઢિયાદિરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે),