________________
૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર છે
હકીકત છે जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणति आवासं । कम्मविणासणजोगो णिव्वुदिमग्गो ति णिज्जुत्तो ॥ १४१ ॥ નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણુમાર્ગ કહેલ છે. ૧૪૧.
અર્થ:–જે અન્યવશ નથી (અર્થાત જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કમ કહે છે (અર્થાત તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વર કહે છે). કર્મને વિનાશ કરનાર ગિ (–એવું જે આ આવશ્યક કમ) તે નિર્વાણને માર્ગ છે એમ કહ્યું છે,
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं ।
जुत्ति त्ति उवासंति य णिरवयवो होदि णिज्जुत्ती ॥१४२ ॥ વશ જે નહી તે “અવશ”, “આવશ્યક અવશનું કમ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨,
અથર–જે (અન્યને) વશ નથી તે “અવશ છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાને) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત અશરીરી થાય છે, આમ નિરુક્તિ છે,