________________
નિયમસાર–નિશ્ચય-અત્યાખ્યાન અધિકાર ૩૪૧ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે-જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અર્થ:–જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણું પરભાવને ગ્રહતો નથી, સવને જાણે દેખે છે, તે હું છું—એમ જ્ઞાની ચિતવે છે.
पयडिडिदिअणुभागप्पदेसर्वधेहिं वज्जिदो अप्पा ।
सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ॥ ९८॥ પ્રકૃતિ-સ્થિનિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવ જે છું તે જ હું–ત્યમ ભાવ, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
અર્થ:-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા તે હું છું–એમ ચિતવત થકે, - (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે.
ममत्तिं परिवजामि णिम्ममत्तिमुवहिदो ।
आलंबणं च मे आदा अवसेसं च वोसरे ॥ ९९ ॥ પરિવજું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૃ. ૯.
અ –હું મમત્વને પરિવજું છું અને નિમમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તજુ છું,
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य । आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ॥१०॥