________________
૩૦૨ ]
પિચ પરમાગમ
ન કરે; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે,
मग्गप्पभावणटुं परयणभत्तिप्पचोदिदेण मया ।
भणियं पवयणसारं पंचत्थियसंगहं मुत्तं ॥१७३ ।। મેં માર્ગ-ઉદ્યોનાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વપ્રવચન-સારભૂત “પંચાસ્તિસંગ્રહ સૂત્રને. ૧૭૩.
અર્થ–પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અથે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ સૂત્ર કહ્યું.