________________
૨૮૮ ]
પંચ પરમાગમ અર્થ –કારણ કે કર્મનું ફળ જે (મૂર્ત) વિષય તે નિયમથી (મૂર્ત એવી) સ્પર્શનાદિઈદ્રિયો દ્વારા જીવ વડે મુખે અથવા દુ:ખે ભેગવાય છે, તેથી કર્મો મૂર્ત છે.
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि ।
जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ॥१३४॥ મૂરત મૂરત સ્પશે અને મૂરત મૂરત બંધન લહે; આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
અર્થ–મૂર્ત મૂતને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ - ( પામે છે; મૂવરહિત જીવ મૂતકર્મોને અવગાહે છે અને
ભૂતકર્મો જીવને અવગાહે છે (અથત બંને એકબીજામાં અવગાહ પામે છે).
रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो ।
चित्तम्हि णस्थि कलसं पुण्णं जीवस्स आसवदि ॥ १३५॥ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપા સહિત પરિણામ છે, મનમાં નહી કાલુબ્ધ છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫.
અર્થ –જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ જ છે અને ચિત્તમાં કલુષતાને અભાવ છે, તે જીવને પુણ્ય આસૂવે છે.
अरहंतसिद्धसाहुमु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति बुचंति ॥ १३६॥ અહંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં, ગુરુઓ તણું અનુગમન–એ પરિણામ રાગ પ્રશસ્તના !