________________
李全全全全全全全全全全全全全全半全全全全全全全全全多多多多多
૨. નવપદાર્થપૂર્વક મેક્ષમાર્ગપ્રપંચવર્ણન
李李李李李李李李李李李李李李李李李李李李李李李
अभिवंदिऊण सिरसा अपुणभवकारणं महावीरं ।
तेसि पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥ શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને, ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫,
અર્થ—અપુનર્ભવના કારણે શ્રી મહાવીરને શિરસા વંદન કરીને, તેમને પદાર્થભેદ (કાળ સહિત પંચાસ્તિકાયને નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષને માર્ગ કહીશ.
सम्मत्तणाणजुत्तं चारितं रागदोसपरिहीणं ।
मोक्खस्स हयदि मग्गो भयाणं लद्धबुद्धीणं ॥१०६॥ સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણુમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
અર્થ –સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુકન એવું ચારિત્ર–-કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્યજીવોને મોક્ષને ભાગ હોય છે.
सम्मत्तं सहहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसएम विरूहमग्गाणं ॥१०७॥