________________
* ૨૫ ] છે એમ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રાભૂત અતિ વૈરાગ્યપ્રેરક અને ભાવવાહી છે તેમ જ શુદ્ધ ભાવ પ્રગટ કરવાના
સમ્યક પુરુષાર્થ પ્રત્યે જીવને સચેત કરનાર છે કે એક્ષપ્રાભૃતમાં ૧૦૬ ગાથા છે. આ પ્રાભૂતમાં મોક્ષને–
પરમાત્મપદન–અતિ સંક્ષેપમાં નિર્દેશ કરીને, પછી તે મોક્ષ પ્રાપ્ત કરવાને શું ઉપાય છે તેનું વર્ણન મુખ્યપણે કરવામાં આવ્યું છે. સ્વદ્રવ્યરત છવ મુકાય છે અને પરદ્રવ્યરત છવ બધાય છે–એ, આ પ્રાતને કેન્દ્રવતી સિદ્ધાન્ત છે * લિગપ્રાકૃતમાં ૨૨ ગાથા છે. જે જીવ મુનિનું બાહ્યલિંગ ધારણ
કરીને અતિભ્રષ્ટાચારીપણે વતે છે, તેનું અતિ નિકૃષ્ટપણુ અને નિદ્યપણુ આ પ્રાકૃતમાં દર્શાવ્યું છે. - શીલપ્રાભૂતમાં ૪૦ ગાથા છે જ્ઞાન વિના (-સભ્યજ્ઞાન વિના)
જે કદી હોતું નથી એવા શીલનાં (-ચન્શીલન) તત્ત્વજ્ઞાનગંભીર સુમધુર ગુણગાન આ પ્રાભૂતમાં જિનકથન અનુસાર ગાયાં છે.
–આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદેવ પ્રભુત પાચેય પરમાગમને મહિમા તથા સંક્ષિપ્ત વિષયપરિચય છે.
અહો! જયવત વર્તે તે સાતિશય પ્રતિભાસંપન્ન ભગવાન કુંદકુંદ આચાર્યદેવ કે જેમણે મહાતત્વથી ભરેલાં આ પરમાગમની અસાધારણ રચના કરીને ભવ્ય છ ઉપર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર આ કાળે આ પરમાગમશાસ્ત્રો મુમુક્ષુ ભવ્યજીને પરમ આધાર છે. આવા દુષમ કાળમાં પણ આવાં અદભુત અનન્ય-શરણભૂત શા –તીર્થ કરદેવના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહાન ભાગ્ય છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવને શબ્દોમાં કહીએ તે-“ભગવાન કુદકુંદાચાર્યદેવના આ પાંચેય શાસ્ત્રો આગના પણ આગમ છે, લાખે શાસ્ત્રોને