________________
-
-
આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્વ અને તેને આશ્રયથી પ્રગટતા પર્યાનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્યગુણપર્યાય, છ દ્રવ્ય, પાંચ ભાવ, વ્યવહાર નિશ્ચયન, વ્યવહારચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તે અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાષ્ટિ જીવની દેશના નહિ) એ અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાનકેવળદર્શન, કેવળીનું ઈચ્છારહિતપણું વગેરે અનેક વિષયેનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રજનભૂત વિષયને પ્રકાશ, આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઈચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંત તરવરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાન દના તરંગે ઉછાળતા મહા મસ્ત મુનિવરના આ તરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ ન દનવન સમાન આફ્લાદકારી છે મુનિવરના હદયકમળમા વિરાજમાન અંત તત્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધપર્યાયરૂપ અમૃતઝરણું પરથી વહેતે શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતકથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય પરમ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેના અગાધ આધ્યાત્મિક ઊડાણ પ્રગટ થતા જાય છે તે આપણુ મહા સદ્ભાગ્ય છે.
અષ્ટપ્રાભૂત ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત દર્શનપ્રાભૂત સૂત્રપ્રાભૃત, ચારિત્રપ્રાભૂત બેધપ્રાભૃત, ભાવપ્રાભૃત, મોક્ષાભૂત, લિંગપ્રાભૃત અને શીલપ્રાભૃત–એ આઠ પ્રાભૃતશારોને સમુચ્ચય “અષ્ટપ્રાભૃત” નામથી પ્રસિદ્ધ છે. ક દર્શનપ્રાભૂતમાં ૩૬ ગાથા છે “ધર્મનુ મૂળ દર્શન (-સમ્યગદર્શન) છે”—એ રહસ્યગંભીર મહાસૂત્રથી શરૂ કરીને