________________
પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા [ ૧૭ अपयत्ता वा चरिया सयणासणठाणचंकमादीसु । समणस्स सबकाले हिंसा सा संतय ति मदा ॥ २१६ ॥ આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે, તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬.
અથર–શ્રમણને શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં જે અપ્રયત ચર્યા તે સર્વ કાળે સતત હિંસા માનવામાં આવી છે,
मरदु व जियदु व जीयो अयदाचारस्स णिच्छिदा हिंसा। पयदस्स पत्धि वंधो हिंसामेत्तेण समिदस्स ॥२१७॥ છ-મર જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ર૧૭.
અર્થ જીવ મરો કે જીવ, અપ્રયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને, સમિતિવંતને (બહિરંગ) હિંસામાત્રથી બધ નથી.
अयदाचारो समणो छस्मु वि कायेसु वधकरो त्ति मदो।
चरदि जदं जदि णिचं-कमलं व जले णिवलेवो ॥२१८॥ • પ્રયત = પ્રયત્નશીલ; સાવધાન, સંયમી [પ્રયત્નના અર્થ માટે ૨૧૫ મા
પાનાનું પદટિપ્પણ જુઓ ] ૨ શુદ્ધાત્મસ્વરૂપમા (મુનિચિત) સમ્યક “ઈતિ” અર્થાત પણ્યિતિ તે નિશ્ચય
સમિતિ છે અને તે દિશામાં વર્તતી જે (હઠ વગરની) ઈર્યા-ભાષાદિ સબધી શુભ પરિણતિ તે વ્યવહારન્સમિતિ છે [શુદ્ધાત્મસ્વરૂપમાં સભ્ય પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર સમિતિ પણ નથી !