________________
૨૧૬ ]
પંચ પરમાગમ
અથ–અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) કે વિવાસમાં વસતાં (ગુરુએથી ભિન્ન વાસમાં વસતાં), સદા (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધ પરિહરતે થકે શ્રમણ્યને વિષે છેદવિહીન થઈને શ્રમણ વિહરે,
चरदि णिबद्धो णिचं समणो णाणम्हि दंसणमुहम्हि । पयदो मूलगुणेसु य जो सो पडिपुण्णसामण्णो ॥ २१४ ॥ જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા; ને પ્રયત મૂળગુણ વિષે, શ્રમણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪.
અર્થ:–જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણામાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રામસ્થવાળે છે,
भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा । उवधिम्हि वा णिवद्धं णेच्छदि समणम्हि विकधम्हि ॥ २१५॥ મુનિ ક્ષપણુ માંહી, નિવાસસ્થાન, વિહાર ના ભજન મહીં, ઉપધિ-શ્રમણ-વિકથા મહી પ્રતિબંધને ઈએ નહીં. ૨૧૫.
અથ–મુનિ આહારમાં, ક્ષપણમાં ( ઉપવાસમાં ), આવસથમાં (નિવાસસ્થાનમાં), વિહારમાં, ઉપાધિમાં (પરિગ્રહમાં), શ્રમણમાં (અન્ય મુનિમાં) અથવા વિસ્થામાં પ્રતિબંધ ઈચ્છતો નથી, * છઘભ્ય મુનિને ધાર્મિક કથાવાર્તા કરતા પણ નિર્મળ ચેતન્ય વિકલ્પયુક્ત
થવાથી અમે મલિન થાય છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે