________________
પ્રવચનસાર–જ્ઞાનતત્તવ-પ્રજ્ઞાપન [ ૧૫૯ અર–જે આત્માનું જ્ઞાન ક્રમશ: પદાર્થોને અવલબીને ઉત્પન્ન થતું હોય તો તે (જ્ઞાન) નિત્ય નથી, ક્ષાયિક નથી, સર્વગત નથી.
तिकालणिचविसमं सयलं सवत्थसंभवं चित्तं ।
जुगवं जाणदि जोडं अहो हि णाणस्स माहप्पं ॥५१॥ નિત્ય વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણું સર્વત્રને, જિનાજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનને ! પ૧.
અથ:–ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના), સવ ક્ષેત્રના અને અનેક પ્રકારના સમસ્ત પદાર્થોને જિનદેવનું જ્ઞાન યુગપદ જાણે છે. અહો! જ્ઞાનનું માહાભ્ય!
ण वि परिणमदि ण गेण्हदि उप्पजदि णेव तेसु अटेसु ।
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ॥५२॥ તે અર્થરૂપ ન પરિણમે છવ, નવ ગ્રહે, નવ ઊપજે, સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર.
અર્થ(કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતા હોવા છતાં તે રૂપે પરિણમતે નથી, તેમને ગ્રહતા નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.
अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थेमु ।
णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ॥५३॥ અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્તી, અતીઢ ને ઍન્દ્રિય છે, છે સુખ પણ એવું જ, ત્યા પરધાન જે તે ગ્રાહ્ય છે, પર,