________________
જ છે એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃત્તિ કદી_ટળતી નથી. એવા દીન દુખી જીવે પર આચાર્યભગવાને પરમ કરુણા કરી આ અધિકારમાં જીવને જ્ઞાનાનંદસ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની બેધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે.
ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, કાપશમિક જ્ઞાનવાળા તે કર્મભારને જ ભગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તે અત્યંત આકુળ છે, કેવળીનુ અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઈદ્રિયજનિત સુખ તે દુઃખ જ છે, સિદ્ધભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (રભવ્ય) છે એમ અનેક અનેક પ્રકારે આચાર્યભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પિકાર કર્યો છે કેવળીનાં જ્ઞાન અને આનંદ માટે આચાર્યભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમ ધરભગવાન પાસેથી અને કેવળીભગવંતનાં ટોળા પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્યભગવાને આ અધિકાર રચી પિતાની હદમિઓ વ્યક્ત કરી હેય આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્યભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી છે અને છેલ્લી ગાથાઓમાં મેહરાગદ્વેષને નિર્મૂળ કરવાને જિનેક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યે છે.
બીજા શ્રુતસ્ક ઘનું નામ તસ્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતે જ બધું કરી ચૂક્યો છે પણ સ્વ-પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી “બંધમાર્ગમાં તેમ જ મેક્ષમાર્ગમાં જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીચે કાંઈ જ સંબંધ નથી” એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી