________________
૧૧૨ ]
પંચ પરમાગમ
અથવા કરે છે જીવ પુદૂગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩ર૯. જે જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, તે ઉભયક્ત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦. જે નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલ દ્રવ્યને, પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત –એ શું નહિ મિથ્યા ખરે?
અથર–જે મિથ્યાત્વ નામની (મેહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિથ્યાદષ્ટિ કરે છે એમ માનવામાં આવે, તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!).
અથવા, આ જીવ પુદગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, તો પુદગલ દ્રવ્ય મિથ્યાષ્ટિ કરે! – જીવ નહિ!
અથવા જો જીવ તેમ જ પ્રકૃતિ અને પુદગલ દ્રવ્યને મિથ્યાત્વભાવારૂપ કરે છે એમ માનવામાં આવે, તે જે બને વડે કરવામાં આવ્યું તેનું ફળ બને ભેગવે!
અથવા જે પુદગલ દ્રવ્યને મિથ્યાવભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતા (-બેમાંથી કઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો યુગલવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ કરે! તે શું ખરેખર મિથ્યા નથી?
(આથી એમ સિદ્ધ થાય છે કે પિતાના મિથ્યાત્વભાવનેભાવકમને-કર્તા જીવ જ છે.)
कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्महि । कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं ॥ ३३२॥