________________
૧૦૬ ]
પચ પરમાગમ અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયથી સુવર્ણ અનન્ય છે તેમ,
જીવ અને અજીવના જે પરિણામે સૂત્રમાં દર્શાવ્યા છે, તે પરિણામેથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ
કારણ કે કેઈથી ઉત્પન્ન થયા નથી તેથી તે આત્મા (કેઈનું) કાર્ય નથી, અને કેઈને ઉપજાવતું નથી તેથી તે (કેઈનું) કારણ પણ નથી.
નિયમથી કર્મના આશ્રયે (-કર્મને અલબીને) કર્તા હોય છે; તેમ જ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે; બીજી કઈ રીતે કર્તાકર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી.
चेदा दु पयडीअटुं उप्पज्जइ विणस्सइ । पयडी वि चेययटुं उप्पज्जइ विणस्सइ ॥३१२ ॥ एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायदे ॥ ३१३ ।। પણુ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે! ' ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨, અન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણે બને –આત્મા અને પ્રકૃતિ તણે, સંસાર તેથી થાય છે. ૩૧૩.
અર્થ:–ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિતે ઊપજે છે. તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેને–આત્માનો ને પ્રકૃતિને ––બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે,