________________
૯૦ ]
પચ પરમાગમ
અર્શ—એ રીતે (અર્થાત પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) અસત્યમાં, અદત્તમાં, અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે અથવસાન કરવામાં આવે તેનાથી પાપને બંધ થાય છે અને તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યને બંધ થાય છે,
वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं । ण य वत्थुदो दु बंधो अन्झवसाणेण बंधोत्थि ॥ २६५॥ જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫.
અર્થ –વી, જેને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલખીને થાય છે તેપણુ વસ્તુથી બધ નથી, અધ્યવસાનથી જ બંધ છે.
दुक्खिदसहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि । जा एसा मूढमदी णिरत्यया सा हु दे मिच्छा ॥ २६६ ॥ કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે! આ મૂઢમતિ તુજ છે નિરર્થક, તેથી છે મિયા ખરે. ર૬૬.
અર્થ –હે ભાઈ! “હું અને દુ:ખી સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું' એવી જે આ તારી મૂઢ મતિ (ાહિત બુદ્ધિ) છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા (બેટી) છે,
अज्झवसाणणिमित्तं जीवा वझंति कम्मणा जदि हि । मुचंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥ २६७ ।।