________________
!
નહs • પંચ પરમ
અર્થ–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન–તે એક જ પદ (કારણ કે જ્ઞાનના સર્વ ભેદે જ્ઞાન જ છે), તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભુત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
णाणगुणेण विहीणा एदं तु पदं बहु वि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥२०५॥ બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહી પામી શકે રે! ગ્રહણ કર તું નિયત આ, જે કર્મક્ષેચ્છા તને. ૨૦૫,
અર્થજ્ઞાનગુણથી રહિત ઘણાય લેકે (ઘણા પ્રકારનાં . કર્મ કરવા છતાં, આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે છે ભવ્ય! જે તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇરછતા હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર.
एदम्हि रदो णिच्चं संतुटो होहि णिश्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥२०६॥ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃસ, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.
અર્થ - ભવ્ય પ્રાણી!) તું આમાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત પ્રીતિવાળે થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે,
कोणाम भणिज्ज बुहो परदब्वं मम इमं हवदि दव्वं 1, अप्पाणमप्पणो परिगहं तु णियदं चियाणतो ॥२०७॥